- કાબુલ એરપોર્ટ પાસે બોમ્બ ધડાકામાં અમેરિકન સૈનિકોના મોત
- રાષ્ટ્રપતિ જો બિડેને આપ્યું નિવેદન
- હુમલામાં ઓછામાં ઓછા 72 લોકો માર્યા ગયા
કાબુલ/વોશિંગ્ટન:કાબુલ એરપોર્ટ પાસે બોમ્બ ધડાકામાં અમેરિકન સૈનિકોના મોત બાદ રાષ્ટ્રપતિ જો બાઇડને જણાવ્યું કે, અમે હુમલાખોરોને માફ નહીં કરીએ. અમે ભૂલીશું નહીં. તમારે પણ કિંમત ચૂકવવી પડશે. અમે અમેરિકન નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી ઉગારીશું. અમે અમારા અફઘાન સાથીઓને બહાર કાઢી શું અને અમારું મિશન ચાલુ રહેશે.
કાબુલ એરપોર્ટની બહાર આત્મઘાતી હુમલો
કાબુલ એરપોર્ટની બહાર આત્મઘાતી હુમલા બાદ યુએસ પ્રમુખ જો બિડેને કહ્યું - 'અત્યાર સુધી કાબુલ એરપોર્ટ પર થયેલા હુમલામાં તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટ વચ્ચે ભાગીદારીના કોઈ પુરાવા નથી. '
હુમલામાં 60 અફઘાનના મોત
ગુરુવારના રોજ અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પાસે બે આત્મઘાતી હુમલાખોરો અને બંદૂકધારીઓ દ્વારા ટોળા પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 72 લોકો માર્યા ગયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. એક અફઘાન અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે એરપોર્ટ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 60 અફઘાન માર્યા ગયા હતા અને 143 અન્ય ઘાયલ થયા હતા.
ઇસ્લામિક સ્ટેટ જૂથ સાથે જોડાયેલા લોકો દ્વારા કરવામાં આવ્યો હુમલો
અફઘાનિસ્તાનમાંથી અમેરિકન લોકોને પાછા ખેંચવાના કામની દેખરેખ રાખતા જનરલ ફ્રેન્ક મેકેન્ઝીએ કહ્યું કે અમેરિકા કાબુલ એરપોર્ટના કાવતરાખોરોને શોધી કાઢશે. તેમણે આજે જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટ જૂથ સાથે જોડાયેલા લોકો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. તેને ડર હતો કે, આવા વધુ હુમલાઓ થઈ શકે છે. અફઘાનિસ્તાનમાં હોસ્પિટલો ચલાવતી એક ઇટાલિયન સંસ્થાએ જણાવ્યું કે તેઓ એરપોર્ટ હુમલામાં ઘાયલ 60 લોકોની સારવાર કરી રહ્યા છે, જ્યારે અન્ય 10 લોકો હોસ્પિટલ જતા રસ્તામાં મૃત્યુ પામ્યા હતા.
અફઘાનિસ્તાનમાં સંસ્થાના મેનેજર માર્કો પુનનિતે જણાવ્યું
અફઘાનિસ્તાનમાં સંસ્થાના મેનેજર માર્કો પુનનિતે જણાવ્યું કે, સર્જનો રાત્રે પણ સેવા આપશે. તેમણે કહ્યું કે ઘાયલોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને બેડની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુતારેસે કાબુલ એરપોર્ટ પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરતા જણાવ્યું કે, બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનસને હુમલાને બર્બર ગણાવ્યો હતો. અને કહ્યું હતું કે ખાલી કરાવવાની કામગીરી ઝડપથી ચાલું રાખવાની જરૂર છે.