હૈદરાબાદ: એક સમયે જ્યારે વિશ્વ કોરોના વાઇરસ સંકટથી ઝઝૂમી રહ્યું છે, ત્યારે અમેરિકન લંગ એસોસિએશને નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી અને કેલિફોર્નિયા યુનિવર્સિટી, સાન ફ્રાન્સિસ્કો (યુસીએસએફ) સાથે મળીને નવું COVID-19 નાગરિક વિજ્ઞાન (સીસીએસ) સ્માર્ટફોન આધારિત અભ્યાસ કર્યો. પુખ્ત વયના લોકોને ડેટા સંગ્રહમાં જોડાવવા માટે ભાગીદારીની ઘોષણા કરી છે.
કોરોના વાયરસનો ફેલાવો વ્યક્તિઓ અને પ્રદેશોમાં જુદો છે, અને તે વ્યક્તિઓ અને વસ્તીને કેવી રીતે અસર કરે છે તે સારી રીતે સમજી શકાયું નથી.આ અંતર્ગત, સીસીએસના સહભાગીઓ દ્વારા એપ્લિકેશન પર અપલોડ કરવામાં આવેલા વાઇરસ વિશેની માહીતી દ્વારા સંશોધનકારો જાણવામાં મદદ મળશે કે આ વાઇરસનો કેવી રીતે ફેલાવ થઇ રહ્યું છે.. તેમજ તેના ચેપની સંખ્યા ઘટાડવામાં અને ચેપના માર્ગોને સમજવામાં મદદ મળશે.