કેલિફોર્નિયા: અમેરિકાના રાજકિય ક્ષેત્રમાં ભારતીય મૂળના લોકોનું મહત્વ વધતું જાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં એક વધુ મુદત માટે બેસવા આતૂર જણાય છે બીજી બાજુ જો બાઇડન પણ ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી પુરજોર પ્રયાસ કરી રહ્યા છે.
ચૂંટણી પ્રચારમાં કોરોના ઈફેક્ટ
કોરોના મહામારીમાં ચૂંટણી પ્રચાર અને રેલીઓમાં ખાસ ચાર્મ જણાતો નથી. અમેરિકામાં કુલ 80 લાખથી વધુ લોકોને કોરોના સંક્રમણ થયું છે જે વિશ્વમાં સૌથી વધુ છે જયારે મૃત્યુઆંક ૨ લાખને પાર કરી ગયો છે.
ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં ભારતીય મૂળના અમેરિકી નાગરિકોનો ફાળો
ભારતીય કોમ્યુનિટીને આકર્ષવા બિડેને ભારતીય-અમેરિકન સેનેટર કમલા હેરીસની ઉપપ્રમુખપદના ઉમેદવાર તરીકે પસંદગી કરતાં અમેરિકન ચૂંટણીમાં ભારતીય-અમેરિકન સમાજનું મહત્વ વધ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમનું ચૂંટણી ફંડ ઉભું કરવા ત્રણ કલાક માટે અમેરિકાના ઓરેન્જ કાઉન્ટીના ન્યુ પોર્ટ બીચ પહોંચ્યા, જ્યાં ભારતીય અમેરિકન ગુજરાતી વ્યવસાયિકોએ 2.5 લાખ ડોલર ફંડ એકઠું કરી ટ્રમ્પના ચૂંટણી પ્રચાર માટે આપ્યું હતું, જેમાં ઈન્ડો કલ્ચર સોસાયટી ઓફ નોર્થ અમેરિકા અને લિબોન હોસ્પિટાલિટી ગ્રુપનો સહયોગ અગ્રણી રહ્યો. અમેરિકન ગુજરાતીઓની ગુજરાતી ફોર ટ્રમ્પ કમિટી ગુજરાતી સમાજમાં ટ્રમ્પ માટે મોટા પાયે ચૂંટણી પ્રચાર કરે છે. યોગી પટેલ અને પરીમલ શાહ આ કમિટીના ડિરેક્ટર્સ છે.
ટ્રમ્પ અને બિડેન વચ્ચે અંતિમ ચર્ચા સમાપ્ત, આ મુદ્દાઓ પર થઇ ચર્ચા
રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના જો.બિડેન વચ્ચે અંતિમ ચર્ચા ટેનેસીની નેશવિલેની બેલ્મોન્ટ યુનિવર્સિટીમાં થઈ હતી. અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી પર આખી દુનિયાની નજર છે. ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. તે પહેલા યુએસ પ્રેસિડેન્શિયલ ડિબેટનો છેલ્લો રાઉન્ડ થયો હતો .રાષ્ટ્રપતિ તથા રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ તથા ડેમોક્રેટિક હરિફ જો બાઈડેન છેલ્લા રાઉન્ડમાં આમને સામને થયા હતા.
જળવાયુ પરિવર્તન
ક્લાઇમેટમાં પરિવર્તનના મુદ્દે, બંને ઉમેદવારોને પૂછવામાં આવ્યું કે તેઓએ શું કર્યું છે. આવી સ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પે ચીન, રશિયા અને ભારતના નામ લીધા અને કહ્યું કે તમે જોઈ શકો છો કે અહીં હવા કેટલી પ્રદૂષિત છે.
વંશીય વિભાજન
ટ્રમ્પ અને બિડેનને પૂછવામાં આવ્યું કે, બ્લેક લોકો અમેરિકામાં કેવું અનુભવ કરી રહ્યા છે. તેમને પૂછવામાં આવ્યું હતું કે, તેમણે આપરાધિક ન્યાય વિશે શું કર્યું છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની ભાષા અને ટ્વિટ અંગે સવાલ કરવામાં આવ્યા હતા.