અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દ્વારા તુર્કીથી તમામ પ્રતિબંધ હટાવાની જાહેરાતના થોડા દિવસો બાદ એસ્પરનું આ નિવેદન સામે આવ્યું છે. જ્યોન્ટ ચીફ ઓફ સ્ટાફ જનરલ માર્ક મિલેના સાથે એક સંમેલનને સંબોધન કરતા એસ્પરે કહ્યું કે, અમે પશ્ચિમ એશિયામાં પોતાના ઈતિહાસથી સાખ લીધી છે કે જો ઉદેશ્ય સ્પષ્ટ નહી હોય તો સંઘર્ષમાં ફસાઈ રહેવું સરળ છે. એક પોલીસ દળની જેમ દરેક નાના વિવાદને ઉકેલવો અમારી પ્રાથમિકતા નથી.
સીરિયામાં ISISને હરાવાનું અમેરિકાનું અભિયાન ચાલુ રહેશે: અમેરિકન રક્ષા પ્રધાન - ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા
વોશિંગ્ટન: અમેરિકાના રક્ષા પ્રધાન માર્ક એસ્પરે કહ્યું કે, સીરિયામાં વર્ષ 2014થી ચાલી રહેલી ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયાને ધ્વસ્ત કરવાનું અમેરિકાનું અભિયાન ચાલુ રહેશે.
America to continue defeat isis in syria says american defense minister
તેઓએ કહ્યું કે, ISIS વિરૂદ્ધ 2014માં શરૂ કરેલું આમારું અભિયાન ચાલુ રહેશે અને અમે ISISને હરાવીને રહેશું. ગત અઠવાડીયે ટ્રંપે નિવેદન આપ્યું હતું કે, સીરિયામાં અમેરીકાની સેના ઘણા લાંબા સમયથી છે. અમે આટલો સમય વિચાર્યો ન હતો. સાથે જ ટ્રંપે કહ્યું હતું કે, અમેરિકાએ સીરિયામાં તેલ ક્ષેત્રની રક્ષા કરી છે. જણાવી દઈએ કે, ગત અઠવાડીયે અમેરિકાના એક ખાનગી અભિયાનમાં ISISનો આકા અબુ બક્ર અલ બગદાદીને ઠાર માર્યો છે.