વોશિંગ્ટન: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વભરમાં કોરોના વાઈરસના ફેલાવાના પગલે ચીન સાથેના તમામ સંબંધો તોડી નાખવાની ધમકી આપી હતી. આ જીવલેણ ચેપથી વિશ્વભરમાં લગભગ ત્રણ લાખ લોકો માર્યા ગયા છે, જેમાં ,80,000થી વધુ અમેરિકનોનો સમાવેશ છે.
ટ્રમ્પે એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, "આપણે ઘણી વસ્તુઓ કરી શકીએ છીએ." આપણે બધા સંબંધોને તોડી શકીએ છીએ. છેલ્લા ઘણા અઠવાડિયાથી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ચીન વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે દબાણ વધી રહ્યું છે. સાંસદો અને વિચારકો કહે છે કે,ચીનની નિષ્ક્રિયતાને કારણે વુહાનથી દુનિયામાં કોરોના વાઈરસ ફેલાયો છે.