અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિઓએ કહ્યું કે, ભારતના લોકતંત્રનું સન્માન કરીએ છે. કારણ કે, નાગરિકતા અને ધાર્મિક સ્વતંત્રતા જેવા મુદ્દા પર ચર્ચા થઈ રહી છે.
અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિઓની સાથે રક્ષા પ્રધાન માર્ક એસ્પરે ભારતના વિદેશ પ્રધાન એસ.જયશંકર અને રક્ષા પ્રધાન રાજનાથ સિંહની વિદેશ વિભાગના ફૉગી બૉટમમાં મેજબાની કરી હતી.
પોમ્પિઓ સંશોધિત નાગરિક સંશોધન બિલને લઈ ભારતમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનને લઈ સાવલના જવાબમાં આપી રહ્યા હતા. તેમને પુછવામાં આવ્યું કે, શું નાગરિકતા માટે લોકતંત્રમાં ધર્મને આધાર બનાવવો યોગ્ય છે.
વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું કે, ભારતને લઈ જે સવાલ પુછવામાં આવ્યો છે, તેના પણ વિચાર કરવામાં આવે તો કેટલાક દેશોના પીડિત લઘુમતીઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે લેવામાં આવેલું પગલું છે.
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું નથી કે, બંને દેશોના વાર્તાલાપમાં ધાર્મિક સ્વતંત્રતા અને માનવધિકારનું મુદો ઉઠાવ્યો કે નહી.