અમેરિકાએ દેશની સુરક્ષાને લઇને લીધેલા પગલામાં કુલ 12 જેટલી કંપનીઓ પર દેખરેખ રાખવાનુ શરૂ કરી દીધું છે. અમેરિકાની સુરક્ષા એજન્સીઓને આપેલી યાદી પ્રમાણે ચીન-હોંગકોંગની 4 કંપની, 5 અમીરાત, 2 ચીન અને એક પાકિસ્તાની પર કંપનીઓ દેખરેખ રાખવાનું શરૂ કરવામાં આવ્યું છે. અમેરિકા આ તમામ કંપનીઓ પર ટેક્નોલોજી સહિત સાઇબર મુદ્દે પર દેખરેખ રાખી રહી છે.
અમેરિકાએ ચીન અને પાકિસ્તાનની કંપની પર જાસૂસી શરૂ કરી - international news
વોશિંગ્ટનઃ અમેરિકા અને ચીન વચ્ચે વેપારીક સંબધો વણસ્યા છે, ત્યારે વિશ્વનું શેરબજાર પણ દિવસે-દિવસે તૂટી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ ચીન એક્શનમાં હતું, હવે અમેરિકા રીએક્શનમાં આવ્યું છે. સોમવારે અમેરિકામાં કામ કરતી 12 જેટલી વિદેશી કંપનીઓને દેખરેખ હેઠળ મુકી દીધી છે. આ 12 કંપનીઓમાં ચીન અને પાકિસ્તાનની કંપનીઓ છે.
અમેરિકાના કોમર્સ મંત્રાલયના સેક્રેટરી વિલ્બર રોસના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ સત્તાધીશોએ અમેરિકાના નાગરીકોની સુરક્ષાને જોતાં વિદેશી કંપનીઓ પર દેખરેખ રાખવાનું નક્કી કર્યુ છે. આ દેખરેખમાં ફક્ત કંપનીઓ જ નહી, પરંતુ કંપનીના અમુક કર્મચારીઓ પર ખાનગી એજન્સીઓ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે.
રોસે વધુમાં જણાવ્યું કે, અમે એવી સ્થિતી ઉભી નથી કરવા માંગતા કે જેમાં ચીનની કંપનીઓ અમેરિકાની ટેક્નોલજીને ત્યાં ટ્રાન્સફર કરે અને અમારી સુરક્ષા સંદર્ભે મુશ્કેલી સર્જાય. જ્યારે 4 હોંગકોંગ-ચીની કંપનીઓ પર દેખરેખ મુકવામાં આવી છે, તે કંપનીઓનો ઇરાનને સમર્થન આપવાનો ગુનો છે. જ્યારે પાકિસ્તાનની કંપની પર ન્યૂક્લિયર પ્રોગ્રામમાં છેડછાડ કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. આજ કારણે અમેરિકાએ પોતાની સુરક્ષાને ઘ્યાનમાં લઇને કંપનીઓ પર જાસૂસી શરૂ કરી છે.