અમેરિકા દ્વારા કરવામાં આવેલી સાઇબર ઇમરજન્સીની જાહેરાતમાં કોઇ દેશ કે કંપનીનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પના આ નિર્ણય પાછળ ચીનની દિગજ્જ ટેલીકોમ કંપની 'હુઆવેઈ'નો હાથ હોઇ શકે છે. 'હુઆવેઈ' ટેલિકોમ કંપની દુનિયામાં સૌથી વધુ અને વિશાળ નેટવર્ક સપ્લાય કરે છે. જ્યારે આ કંપનીને ચીનની સેના અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સંચાલન થતું હોવાના પણ સવાલો કરવામાં આવ્યા છે.
અમેરિકાને સાયબર હૂમલાનો ડર, સાયબર ઇમરજન્સીની કરી જાહેરાત - Gujarati nwes
વૉશિંગ્ટન: છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકા અને ઇરાન અને ચીન જેવા દેશો વચ્ચે આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે અમેરિકા પર સાઇબર હૂમલો થવાની આશંકાને લઇને અમેરિકાની સિસ્ટમને બચાવવા માટે અમેરિકામાં સાઇબર ઇમરજન્સી જાહેર કરી છે. જો કે ઇમરજન્સી જાહેર કરવા પાછળનું મુખ્ય કારણ ફૉરેન પાવર્સ અમેરિકાના સંચાર વ્યવસ્થાને હેક કરવા ઇચ્છે છે. એવું ન બને તે માટે અમેરિકા દ્વારા આગન ચેતી પગલા તરિકે સાઇબર ઇમરજન્સીની જાહેરાત કરવામાં આવી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ બાદ ફેડરલ કોમ્યુનિકેશન કમિશનના ચેરમેન અજીત પાઇએ જણાવ્યું હતું કે, આ ઇમરજન્સીથી અમેરિકાના સંચાર વિભાગને વધુ મજબૂતી મળશે. વિદેશી કંપનીઓ તરફથી મળી રહેલ ધમકી પછી આ નિર્ણય અમેરિકા માટે મહત્વપૂર્ણ સાથે અમેરિકાના નેટવર્કની સુરક્ષા પણ કરશે. ટ્રમ્પ સરકાર પણ સતત કોશિશ કરી રહ્યું છે કે 'હુઆવેઈ' કંપનીના કોઇ ઇક્વિપમેન્ટનો ઉપયોગ અમેરિકા અને અમેરિકાના મિત્ર દેશો ન કરે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉર ચાલું છે, આ વાત કોઈનાથી છુપાયેલી નથી. 'હુઆવેઈ' કંપની યુરોપમાં વિસ્તાર માટે પ્રયાસ કરી રહી છે. એવામાં અમેરિકાને ચિંતા છે કે આ કંપની નાટોના સભ્ય દેશોની ખાનગી અને વેપારીક જાણકારીનો લાભ ન ઉઠાવે.
આગાઉ પણ અમેરિકાના જસ્ટીસ વિભાગ દ્વારા ચીનની મોટી કંપની એવી 'હુઆવેઇ' ટેલિકોમ પર આક્ષેપ કર્યા હતા, કે 'હુઆવેઇ' કંપનીએ અમેરિકાના ટી મોબાઇલ કંપનીની ટેક્નોલોજીની ચોરી કરી છે. ઉપરાંત બેન્કિંગની ગડબડ, ન્યાય અને તપાસમાં રોકવા જેવા અનેક આક્ષેપો અમેરિકાએ મુક્યા છે. આ મામલે અમેરિકાએ કંપનીના મુખ્ય અધિકારી પર 23 કેસ દાખલ કર્યા છે. જ્યારે 'હુઆવેઇ' કંપનીની મુખ્ય નાણાકીય અધિકારી મેંગ વાન્ઝુની કેનેડામાંથી ઘરપકડ કરવામાં આવી છે.