- બાંગ્લાદેશમાં રોહિંગ્યા શરણાર્થીઓ અને મ્યાનમારમાં અન્ય અસરગ્રસ્ત લોકોની સહાય માટે આશરે 155 મિલિયન ડોલરની નવી સહાયની જાહેરાત કરી છે
- બાંગ્લાદેશમાં આશરે નવ મિલિયન શરણાર્થીઓની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે
- હિંસાના કારણે મ્યાનમારના રખાઇન પ્રાંતથી ભાગી છૂટ્યા હતા
ન્યુ દિલ્હી: રોહિંગ્યા માનવતાવાદી સંકટ સામે સંયુક્ત પ્રતિસાદની યોજનાના ભાગરૂપે અમેરિકાએ મંગળવારે બાંગ્લાદેશમાં રોહિંગ્યા શરણાર્થીઓ અને મ્યાનમારમાં અન્ય અસરગ્રસ્ત લોકોની સહાય માટે આશરે 155 મિલિયન ડોલરની નવી સહાયની જાહેરાત કરી છે.
આ પણ વાંચોઃબાંગ્લાદેશઃ રોહિંગ્યા શિબિરમાં કોરોના, 10 લાખથી વધુ શરણાર્થીઓ પર ખતરો
બાંગ્લાદેશમાં આશરે નવ મિલિયન શરણાર્થીઓની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે
અમેરિકી વિદેશ પ્રધાન એન્ટોની બ્લિંકને એક નિવેદનમાં જણાવ્યું છે કે, "અમારી સહાયથી બાંગ્લાદેશમાં આશરે નવ મિલિયન શરણાર્થીઓની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે. જેમને હિંસાના કારણે મ્યાનમારના રખાઇન પ્રાંતથી ભાગી છૂટ્યા હતા." અમેરિકા રોહિંગ્યા શરણાર્થીઓની સહાય કરવા માટે પ્રમુખ ફાળો આપનાર તરીકે મદદ કરી રહ્યું છે.
યુએસ દ્વારા રોહિંગ્યા શરણાર્થીઓ માટે 155 મિલિયન ડોલરનું ભંડોળ જાહેર કરાયું છે બાંગ્લાદેશમાં આંતરિક કાર્યક્રમો માટે 1.1 બિલિયન ડોલરથી અધિક શામેલ છે
બ્લિંકને કહ્યું હતું કે, આ ભંડોળની સાથે ઓગસ્ટ 2017માં મ્યાનમાર સેનાની ક્રૂર હિંસા પછી બર્મા, બાંગ્લાદેશ અને આ ક્ષેત્રમાં અન્ય જગ્યાઓ પર સંકટથી પ્રભાવિત લોકો માટે અમારી કુલ માનવીય સહાયતા 1.3 બિલિયન ડોલરથી અધિક છે. જેમાં બાંગ્લાદેશમાં આંતરિક કાર્યક્રમો માટે 1.1 બિલિયન ડોલરથી અધિક શામેલ છે. તેમણે વધુમાં કહ્યું હતુ કે, આ કટોકટી માટે વધુ ભંડોળની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, અમે કેટલાક સભ્ય દેશો દ્વારા તાજેતરના મહિનાઓમાં આ માનવીય પ્રતિભાવમાં આપેલા યોગદાનને આવકારીએ છીએ.
આ પણ વાંચોઃજોધપુરમાં 11 શરણાર્થીના મોત, સુસાઇડ નોટમાં પોલીસ જ આરોપી, CBI તપાસની માંગ
અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને વધુ ભંડોળ આપવા પ્રોત્સાહિત કરીએ છીએઃ બ્લિંકન
બ્લિંકને જણાવ્યું હતું કે, અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને વધુ ભંડોળ આપવા પ્રોત્સાહિત કરીએ છીએ અને અન્ય દેશો અને હિસ્સેદારોને પણ ફાળો આપવા અરજ કરીએ છીએ," તેમણે કહ્યું હતું કે,અમે બાંગ્લાદેશ અને આ ક્ષેત્રના તમામ દેશોનું સમર્થન કરવાનું ચાલુ રાખીશું, જે રોહિંગ્યા શરણાર્થીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપે છે.