ગુજરાત

gujarat

ETV Bharat / international

ભારતના રાજદૂત તરનજીતસિંહ સંધૂની ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત - તરનજીત સિંહ સિંધૂ

ભારતના રાજદૂત તરનજીતસિંહ સંધૂએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત નવા કરી હતી. ત્યારે વ્હાઈટ હાઉસમાં તરનજીતનું ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું.

ambassador sandhu
ambassador sandhu

By

Published : Feb 7, 2020, 12:31 PM IST

વોશિંગ્ટનઃસંયુક્ત રાષ્ટ્ર (USA)માં ભારતના નવા રાજદૂત તરનજીતસિંહ સંધૂએ વ્હાઈટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. ત્યારે તેમણે ટ્રમ્પને પોતાનું પરીચય પત્રક બતાવ્યું હતું.

નોંધનીય છે કે,અમેરિકાના વરિષ્ઠ રાજનેતા એલિસ વેલ્સે શુક્રવારે સંયુક્ત રાજ્યમાં ભારતના નવા રાજદૂત તરનજીત સિંગ સંધૂનું સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ તેમણે અને કહ્યું હતું કે, આ અનુભવ બાદ બંને દેશ વચ્ચેના સંબંધ વધુ ગાઢ થવાની શક્યતા છે.

એલિસ ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે,"અમેરિકામાં ભારતના નવા રાજદૂત તરનજીત સિંહનું હાર્દિક સ્વાગત કર્યુ હતું. અમેરિકા અને ભારતના સંબંધોને વધુ મજબૂત કરવા માટેનો આ પ્રયાસ છે. જેનો મને ઘણો આનંદ છે."

ભારતના રાજદૂત તરનજીતસિંહ સંધૂની ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત

વરિષ્ઠ રાજકીય નેતા તરનજીતસિંહ સંધૂ અમેરિકામાં ભારતના રાજદૂત તરીકેનો કાર્યભાર સંભાળશે. વિદેશ મંત્રાલય જણાવ્યાનુસાર, સંધૂએ અમેરિકામાં પૂર્વ રાજદૂત હર્ષવર્ધનની જગ્યા લીધી છે.

નોંધનીય છે કે, 1998 બેચની ભારતીય વિદેશી સેવા (આઇએફએસ) સંધૂ આ પહેલા શ્રીલંકામાં ભારતના ઉચ્ચ અધિકારી હતા.

સંધુ સપ્ટેમ્બર 2011થી જુલાઈ 2013 સુધી ફ્રેન્કફર્ટમાં ભારતના કોન્સ્યુલ જનરલ હતા. તેમણે વિદેશ મંત્રાલયમાં કામ કર્યુ હતું. તેમજ સંયુક્ત સચિવ (સંયુક્ત રાષ્ટ્ર) તરીકે માર્ચ 2009 થી ઓગસ્ટ 2011 સુધી; અને પછીથી સંયુક્ત સચિવ (વહીવટ) તરીકે માનવ સંસાધન વિભાગનું નેતૃત્વ કર્યુ હતું.

આ ઉપરાંત સંધૂએ 24 જાન્યુઆરી, 2017 થી શ્રીલંકામાં ભારતીય રાજસ્થાનની જવાબદારી નિભાવા હતી. તે પહેલા વર્ષ 2013થી 2017 સુધી વૉશિંગ્ટન ડીસીમાં ડીપ્ટી ચીફ (મિશન) તરીકેનું પદ સંભાળ્યું હતું અને વર્ષ 1997થી 2000 સુધી આ પદ પર કાયમ રહ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details