- અમેરીકી સંસદની બહાર વિસ્ફોટક ભરેલો ટ્રક મળી આવ્યો
- વિસ્તારને કરવામાં આવ્યો એલર્ટ
- પોલીસ કરી રહી છે ઘટનાની તપાસ
વોશ્ગિંટન: અમેરીકાની સંસદની બહાર વિસ્ફોટકોથી ભરેલો ટ્રક ગુરૂવારે મળી આવ્યો હતો જેના કારણે વિસ્તારમાં ભય ફેલાયો હતો. સંસદના પુસ્કાલયની બહાર એક પીકઅપ ટ્રકમાં વિસ્ફોટ હોવાની સૂચના પર પોલીસ તપાસ કરી રહી હતી. સુરક્ષાના કારણે આસપાસની તમામ ઈમારતો ખાલી કરાવવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ આ વિશે જાણકારી આપી હતી.
આ પણ વાંચો : બુર્કિના ફાસોમાં આંતકવાદી હુમલો, 30 નાગરિકો સહિત 47 લોકોના મોત
વ્હાઈટ હાઉસ પાસે વિસ્ફોટક
અમેરીકી સંસદ ભવનના પોલીસએ કહ્યું કે અધિકારી સંસદના પુસ્તકાલયની પાસે શંકાસ્પદ વાહનની તપાસ કરી રહી છે. આ ઈમારત સંસદ ભવન અને સુપ્રિમ કોર્ટ પાસે છે પોલીસ અધિકારીઓેએ જણાવ્યું કે, " તપાસ કરનાર ટીમ ઘટના સ્થળે હાજર છે અને શોધવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ ઉપકરણ એક વિસ્ફોટક હતો અને ટ્રકમાં હાજર વ્યક્તિ પાસે ડેટોનેટર હતો.
આ પણ વાંચો : રાજનાથ સિંહે કહ્યું - ભારતની રાષ્ટ્રીય સુરક્ષાના પડકારો બની રહ્યા છે જટિલ
વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યો
અધિકારીઓ મુજબ , પોલીસે ઘટના સ્થળે સ્નાઈપર્સ મોકલ્યા છે. પોલીસે આખા વિસ્તારમાં બેરીકેડ લગાવી દીધા છે. વ્હાઈટ હાઉસ દ્વારા કહેવામાં આવ્યું કે, તે પરિસ્થિતિની તપાસ કરી રહી છે. આ ઘટનાની જાણ થતા વિસ્તારમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને એમ્બ્યુલન્સ અને ફાયર ટ્રક પણ તૈનાત કરવામાં આવ્યા છે.