- દેશમાં કોરોના વાઇરસના વધતા જતા કેસોને લઈને ચેતવણી આપી
- યુએસ સેનેટમાં કોરોના માટે 1.9 ખરબ ડૉલરનું બિલ પસાર કર્યું
- રિપબ્લિકન પાર્ટીના સભ્યો પેકેજ પસાર કરવામાં સેનેટમાં અવરોધરૂપ રહ્યા
વૉશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કોરોના રસીને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 90 ટકા પુખ્ત વયનાં લોકોએ આજથી 3 અઠવાડિયા પછી કોરોના રસી લઈ લીધી હશે. 90 ટકા અમેરિકનો 8 kmની ત્રિજ્યાની અંદર રસી લઈ શકશે. બાઈડને કહ્યું હતું કે, 19મી એપ્રિલ સુધીમાં, 90 ટકા અમેરિકન પુખ્ત વયના લોકોને કોરોના રસી મળશે. આ સાથે તેમણે દેશમાં કોરોના વાઇરસના વધતા જતા કેસો અંગે ચેતવણી પણ આપી છે.
આ પણ વાંચો:અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને 19 ખરબ અમેરિકી ડોલરના રાહત પેકેજને આપી મંજૂરી
1.9 ખરબ ડૉલરનું બિલ પસાર
યુએસ સેનેટમાં કોરોના માટે 1.9 ખરબ ડૉલરનું બિલ પસાર કર્યા પછી મહોર મારી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને તેમના 1.9 ખરબ ડૉલરના કોરોના રાહત પેકેજની તરફેણમાં જનમત મેળવવા માટે સીધા લોકો પાસે ગયા હતા.