ન્યૂયોર્કના સમય મુજબ ગતરોજ બપોરના 2 કલાકે બે શખ્સો હથિયાર સાથે એક સ્ટોરમાં ઘુસી ગયા હતાં અને આડેધડ ગોળીબાર શરૂ કર્યો હતો. જેમાં 6 લોકોના મોત નિપજ્યા છે.
ન્યુજર્સીમાં ગોળીબાર, બે હુમલાખોર સહિત 6 નિર્દોષના મોત - અમરિકા
ન્યુજર્સી: અમેરિકાના ન્યુજર્સીમાં મંગળવારના રોજ બપોરે 2 કલાકે બે શખ્સોએ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં 6 લોકોના મોત નિપજ્યા હતાં.

સૌજન્ય ANI
મળતી માહિતી મુજબ સ્થાનિક પોલીસે આ ઘટનાને લઇને તેના વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસને સફળતા મળી છે જેમાં આ બન્ને શખ્સને ઠાર મારવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવને લઇને હાલ સુધીમાં આતંકવાદી સાથે ઘટનાનો કોઇ તાલ્લુક હોય તેવો કોઇ પણ પુરાવો મળ્યો નથી.