કેલિફોર્નિયા: અમેરિકાના દક્ષિણી કેલિફોર્નિયામાં કોરોના મ્યુનિસિપલ એયરપોર્ટ પર એક પ્લેન દુર્ધટનાગ્રસ્ત થયુ હતું. આ સમયે પ્લેનમાં 4 લોકો સવાર હતાં. જે તમામના દુર્ધટનામાં મોત નિપજ્યા હતાં. પોલીસે દુર્ધટના અંગે માહિતી આપતા જણાવ્યું કે, મ્યુનિસિપલ એરપોર્ટ પર સોલ એંજેલ્સથી લગભગ 64 કિમી દુર પર દુર્ધટના ઘટી હતી.
દક્ષિણી કેલિફોર્નિયામાં પ્લેન દુર્ઘટના, 4ના મોત - પ્લેન
અમેરિકાના દક્ષિણી કેલિફોર્નિયામાં એક પ્લેન દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. જેમાં 4 લોકોના મોત નિપજ્યા છે.
![દક્ષિણી કેલિફોર્નિયામાં પ્લેન દુર્ઘટના, 4ના મોત દક્ષિણી કેલિફોર્નિયામાં પ્લેન દુર્ઘટનાગ્રસ્ત, 4 લોકોના મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5809570-thumbnail-3x2-plan.jpg)
દક્ષિણી કેલિફોર્નિયામાં પ્લેન દુર્ઘટનાગ્રસ્ત, 4 લોકોના મોત
કોરોના ફાયરવિભાગે ઘટનામાં 4 લોકોના મોત થયા હોવાની માહિતી ટ્વીટ કરી આપી હતી. આ દુર્ઘટના સમયે ઘટનાને નજરે જોનારા ડેરોથ વોલે કહ્યું કે, પ્લેન ટેક ઓફ કરતા સમયે ઘટના ઘટી હતી. જેમાં તુરંત આગ લાગી હતી. તે સમયે પ્લેન જમીનથી 3 ફુટ ઉપર ઉડી રહ્યું હતું.