- ખાણમાંથી વધુ ત્રણ ખાણદારોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા
- આ દુર્ઘટના કોહુઇલા રાજ્યની એક નાનકડી કોલસાની ખાણમાં બની
- કોલસાની ખાણોમાં અસુરક્ષિત સ્થિતિ અંગે ફરિયાદો ઉઠી રહી છે
મેક્સિકો સિટી: ઉત્તર મેક્સિકોની સરહદ રાજ્યમાં રવિવારે એક નાના કોલસાની ખાણમાંથી વધુ ત્રણ ખાણદારોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં પૂરના પ્રમાણ અને શાફ્ટના આંશિક ભંગાણથી મૃત્યુઆંક વધીને ચાર થઈ ગયો હતો. ત્રણ ખનિકો ગાયબ છે, તેમને શોધવાના પ્રયાસો ચાલુ છે.
આ પણ વાંચોઃવલસાડઃ દેહલી ગામે ધૂમમ્સને કારણે પથ્થરની ખાણમાં ટ્રક 70 ફૂટ નીચે ખાબકતા બે લોકોના મોત
અત્યાર સુધીમાં ચાર ખનિકોની મોત નીપજ્યાં છે
આ દુર્ઘટના કોહુઇલા રાજ્યની એક નાનકડી કોલસાની ખાણમાં બની છે, જ્યાં વર્ષોથી કોલસાની ખાણોમાં અસુરક્ષિત સ્થિતિ અંગે ફરિયાદો ઉઠી રહી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ચાર ખનિકોની મોત નીપજ્યાં છે.
અકસ્માત સમયે 7 ખનિકો કામ કરી રહ્યા હતા
આ સંદર્ભમાં, ફેડરલ સિવિલ ડિફેન્સ ઓફિસે જણાવ્યું હતું કે, બચાવ ટીમો આખી રાત રાહત કામગીરી ચલાવી રહી હતી. જો કે, અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે, આ અકસ્માતમાં કુલ 6 ખનિકો ફસાયા છે, કોહુઇલા રાજ્ય સરકારે રવિવારે પુષ્ટિ કરી કે, અકસ્માત સમયે 7 ખનિકો કામ કરી રહ્યા હતા.
મેક્સિકોની ખાણ ધરાશાયી થતાં 4ના મોત, 3 હજુ લાપતા ઘટના સ્થળે 28 સભ્યોની સૈન્યની એક ટીમને મોકલવામાં આવી છે
તે જ સમયે, પ્રમુખ એન્ડર્સ મેન્યુઅલ લેપેઝ ઓબ્રેડોરે કહ્યું કે, એક ડેમ અથવા તળાવ ધરાશાયી થયો છે, જેના કારણે પુર આવ્યુ છે. ખાણમાંથી પાણી કાઢવાના પ્રયાસ ચાલુ હોવાનું તેમણે જણાવ્યું હતું. ઘટના સ્થળે 28 સભ્યોની સૈન્યની એક ટીમને મોકલવામાં આવી છે, જે ખાણમાં પીડિતોને શોધવામાં સક્ષમ છે. તેમણે જણાવ્યું હતું કે, ખાણમાંથી ખનિકો બહાર કાઢવા માટે બે પ્રશિક્ષિત કુતરાઓનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃચીનમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ, 15 લોકોના મોત
ખાણ ઉંડી, સાંકડી અને ખુલ્લી દેખાય છે
આ ખાણ મુઝકિજ શહેરમાં સ્થિત છે. ખાણ ઉંડી, સાંકડી અને ખુલ્લી દેખાય છે. આ સ્થાન 'ઇગલ પાસ' નજીક ટેક્સાસથી 80 માઇલ (130 કિમી) દક્ષિણ-પશ્ચિમ દિશામાં છે.