ગુજરાત

gujarat

ETV Bharat / international

ચીનમાંથી 200 અમેરિકી કંપનીઓ ભારતમાં આવવા તૈયાર છે - Gujarati News

વૉશિગટનઃ અમેરિકાની અંદાજે 200 કંપનીઓ પોતાનું મેન્યુફેકચરિંગ સેન્ટર લોકસભાની ચૂંટણી પછી ચીનમાંથી ભારત લાવવા માગે છે. અમેરિકા અને ભારત વચ્ચેના સંબધો મજબૂત બન્યા છે, ત્યારે સ્વયંસેવી સમુહ યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમે આ વાત કહી છે. ફોરમે કહ્યું છે કે ચીનને બદલે અન્ય કોઈ વિકલ્પ શોધી રહેલી કંપનીઓ માટે ભારત એક શાનદાર વિકલ્પ છે.

ચીનમાંથી 200 અમેરિકી કંપનીઓ ભારતમાં આવવા તૈયાર છે

By

Published : Apr 27, 2019, 4:06 PM IST

ગ્રુપના ચેરમેનના કહેવા પ્રમાણે કેટલીક કંપનીઓ તેમની સાથે વાત કરી પૂછપરછ કરી રહી છે કે ભારતમાં રોકાણ કરીને ચીનનો વિકલ્પ કેવી રીતે તૈયાર કરી શકાય. વધુમાં જણાવ્યું કે, ગ્રુપ નવી સરકારને સુધારા ઝડપી અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાની ભલામણ કરે છે.

ભારતે આર્થિક સુધારા ઝડપી બનાવવાની સાથે વધુ પક્ષો સાથે ચર્ચા વિચારણા કરવી જોઈએ. તે ઉપરાંત વિદેશી રોકાણ ભારતમાં કેમ આવે તે દિશામાં સુધારા પણ કરવા જોઈએ. તેમજ ભારત અમેરિકા વચ્ચે મુક્ત વેપાર સમજૂતીની તરફેણ થવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details