- અમેરિકાના 2 સેનેટરનો બાઇડેનને આગ્રહ
- રશિયાથી S-400 મિસાઇલ સિસ્ટમ ખરીદવા પર ભારત પર ના લગાવે પ્રતિબંધ
- અમેરિકાની રાષ્ટ્રિય સુરક્ષાના હિતનું કારણ આગળ ધર્યું
વૉશિંગ્ટન: અમેરિકામાં 2 સેનેટર (US Senators)એ મંગળવારના રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden)ને આગ્રહ કર્યો કે રશિયાથી S-400 મિસાઇલ સિસ્ટમ ખરીદવાને લઇને ભારતની વિરુદ્ધ કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રૂ સેંક્શન્સ એક્ટ (CAATSA)ની દંડની જોગવાઈઓ લાગુ ના કરે.
CAATSA હેઠળ ભારતને છૂટ આપવી જોઇએ
બાઇડેનને લખેલા પત્રમાં ડેમોક્રેટિક પાર્ટીના સેનેટર માર્ક વૉર્નર અને રિપબ્લિકન પાર્ટીના જોન કૉર્નિને રાષ્ટ્રપતિ બાઇડેનને આગ્રહ કર્યો છે કે CAATSA હેઠળ રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખતા ભારતને આની જોગવાઇઓથી છૂટ આપવી જોઇએ. તેમણે કહ્યું કે, આવું અમેરિકાની રાષ્ટ્રિય સુરક્ષાના હિતમાં છે.