વોશિંગ્ટનઃ વ્હાઈટ હાઉસે કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સના 2 સભ્યોને કોરોના વાઇરસ સંક્રમિત દર્દીના સંપર્કમાં આવ્યા બાદ, ક્વોરેન્ટાઈન કરવાનો નિર્ણય લીધો છે. આનાથી એક વખત ફરી સંકેત મળે છે કે, દેશની સૌથી સુરક્ષિત ગણાતી ઈમારતમાં કામ કરનારા લોકો પણ આ વાઇરસથી બાકાત રહ્યા નથી.
સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને શનિવારે સાંજે એક નિવેદનમાં જણાવ્યું છે કે, DCDના ડિરેક્ટર ડૉ.રોબર્ટ રેડફિલ્ડ આવનારા 2 અઠવાડિયા માટે ઘરેથી કામ કરશે. આ પગલું ત્યારે લેવામાં આવ્યું, જ્યારે ખ્યાલ આવ્યો કે, તે વ્હાઈટ હાઉસમાં કોરોના વાઇરસ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. નિવેદનમાં આગળ જણાવવામાં આવ્યું છે કે, તે બિલકુલ સ્વસ્થ છે અને તેમનામાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળતાં નથી.