ઓટાવાઃ કેનેડાના પ્રાંત નોવા સ્કોટિયામાં 12 કલાક સુધી ચાલેલા ફાયરિંગ દરમિયાન ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે. રોયલ કનાડાઇ માઉન્ટેડ પોલીસે (RCMP) આ જાણકારી આપી હતી. એક સમાચાર એજન્સીએ જણાવ્યું કે, પ્રાંતના ડાર્ટમાઉથમાં રવિવારે સાંજે નોવા સ્કોટિયા આરસીએમપીના મુખ્ય અધિક્ષક ક્રિસ લેદરે પુષ્ટિ કરી હતી કે, RCMP અધિકારી સહિત પુરા પ્રાંતમાં કેટલાય સ્થાનો પર ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે.
કેનેડામાં ફાયરિંગની ઘટના, 15 લોકોના મોતની આશંકા - Canadian Prime Minister Justin Trudeau
કેનેડાના પ્રાંત નોવા સ્કોટિયામાં 12 કલાક સુધી ચાલેલી ફાયરિંગની દરમિયાન ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે. નોવા સ્કોટિયાની રાજધાની હૈલિફૈક્સથી લગભગ 130 કિલોમીટર ઉત્તરમાં પોર્ટાપિકમાં શનિવારે મોડી રાત્રે 51 વર્ષીય બંદુકધારી ગૈબ્રિયલ વોર્ટમેને ફાયરિંગની શરુઆત કરી હતી. હેલિફ્લિક્સથી 35 કિલોમીટર દૂર પોલીસે બંદૂકધારીને જવાબી કાર્યવાહીમાં ઠાર માર્યો હતો.
બંદૂકધારીની ઓળખ 51 વર્ષીય ગૈબ્રિયલ વોર્ટમેન તરીકે થઇ છે, જેને નોવા સ્કોટિયાની રાજધાની હૈલિફૈક્સથી લગભગ 130 કિલોમીટર ઉત્તરમાં પોર્ટાપિકમાં શનિવારે મોડી રાત્રે ગોળીબારી શરુ કરી હતી. પોલીસે ગોળીબારીની ઘટનાનો જવાબ આપ્યો હતો. આ નિવાસ પર પોલીસ પહોંચી તો ઘરનની અંદર અને બહાર કેટલાય સાધનો પડ્યા હતા. લેદરે કહ્યું કે, આ ખૂબ જ જલ્દી થનારી સ્થિતિ અને એક અરાજક દ્રશ્ય હતું.
પોલીસે લોકોને પોતાના ઘરમાં બંધ અને અંદર રહેવા જણાવ્યું છે અને આ ઘટનાના વિસ્તારો ઉપરાંત કેટલાય અન્ય વિસ્તારોમાં પણ બંદૂકધારીની શોધ શરુ કરી હતી. પોલીસે જ્યારે બંદૂકધારીનો પીછો કર્યો તો તેણે ગોળીબારી શરુ કરી હતી, જેમાં એક મહિલા પોલીસ ઓફિસરનું મોત થયું છે અને એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત છે. હૈલિફૈક્સથી 35 કિલોમીટર દૂર પોલીસે બંદૂકધારીને જવાબી કાર્યવાહીમાં ઠાર માર્યો હતો. લેદરે કહ્યું કે, અમુક પીડિતો હુમલો કરનારાને ઓળખતા પણ ન હતા. પોતાના એક નિવેદનમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ મૃતકો પ્રતિ દુઃખ વ્યક્ત કર્યું અને પોલીસકર્મીઓને તેની મહેનત બદલ આભાર વ્યક્ત કર્યો હતો.