ગુજરાત

gujarat

ETV Bharat / international

અમેરિકા: વોશિંગ્ટન ડીસીમાં ફાયરિંગ, 1નું મોત, 8 ઘાયલ - વોશિંગ્ટન ડીસીમાં ગોળીબારીમાં 8 ઘાયલ

વોશિંગટન ડીસીમાં ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને આઠ લોકો ઘાયલ થયા હતા.

વોશિંગ્ટન ડીસીમાં ફાયરિંગ
વોશિંગ્ટન ડીસીમાં ફાયરિંગ

By

Published : Jul 20, 2020, 5:01 PM IST

વોશિંગ્ટન: વોશિંગ્ટન ડીસી ગોળીબારની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને આઠ લોકો ઘાયલ થયા હતા. આ માહિતી પોલીસે આપી હતી. ગોળીબારીની ઘટના રવિવારે 14 સ્ટ્રીટ અને સ્પ્રિંગ રોડ પર બની હતી.

ડીસી પોલીસ ચીફ પીટર ન્યૂઝહેમે એક પ્રેસ બ્રીફમાં આ માહિતી આપી હતી. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, તેમણે કહ્યું કે, ત્રણ શખ્સોમાંથી બે પાસે લાંબી બંદૂકો અને એક પાસે પિસ્તોલ હતી, જેણે લોકોના ગ્રુપને નિશાન બનાવ્યા હતા અને ફાયરિંગ કર્યું હતું.

ન્યૂઝહેમના જણાવ્યા અનુસાર, કુલ નવ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં આઠ પુરુષો અને એક મહિલાનો સમાવેશ થાય છે.

ઈજાગ્રસ્તોમાંથી એકને મૃત જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે બેની હાલત ગંભીર છે. બાકીના ઘાયલ લોકોની તબિયત સારી છે અને જોખમની બહાર છે.

ડીસી પોલીસ વિભાગે જણાવ્યું હતું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details