ગુજરાત

gujarat

ETV Bharat / international

ડીઆર કાંગોમાં એક જ દિવસમાં ઈબોલાથી 26ના મોત

જાનવરોથી ફેલાનાર ઈબોલા વાઈરસ સંક્રમણમાં મરનારની સંખ્યા સતત વધતી જઈ રહી છે. તો ચાલો જાણીએ શું છે ઈબોલા વાઈરસ...

ફાઈલ ફોટો

By

Published : May 1, 2019, 10:28 AM IST

બુટેમ્બો: લોકતાંત્રિક કાંગો ગણરાજ્ય (ડી આર કાંગો) ના ઉત્તર કિવુ પ્રાંતમાં એક જ દિવસમાં ઈબોલાથી 26 લોકોના મોત થયા છે. લગભગ 9 મહિના આ બીમારીના ફેલાવાથી એક દિવસમાં મોત થનારની આ સંખ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું કે, 'ઉતર પૂર્વીય કિવુ પ્રાંતમાં 28 એપ્રિલ રવિવારે મોતના 26 કિસ્સા સામે આવ્યા હતા'

દેશમાં ઈબોલાને કારણે 957 ના મોત થયા હતા જેમાં 33 તો સ્વાસ્થ્ય કાર્યકર્તા હતા.

જાણો શું છે ઈબોવા વાઈરસ....

ઈબોલા વાઈરસ ખુબ જ ખતરનાક વાઈરસ છે. આ વાઈરસનું સંક્રમણ પ્રાણીઓથી થાય છે. આ વાઈરસને દૂર કરવા માટે કોઈ દવા નથી. ઈબોલા વાઈરસ આફ્રિકાના કેટલાક પ્રાણી દ્વારા મનુષ્યોમાં આવ્યો હતો. આ વાઈરસ પ્રાણીઓને કડવા અથવા ખાવાથી ફેલાય છે. આ વાયરસ ઇબોલાથી પીડાતા દર્દીના શરીરમાંથી પરસેવો, રક્ત અથવા અન્ય પ્રવાહીને કારણે ફેલાય છે.

ABOUT THE AUTHOR

...view details