બુર્કિના ફાસોઃ પશ્ચિમ આફ્રિકામાં આવેલો દેશ બુર્કિના ફાસોમાં હુમલાખોરોએ એક પાદરી સહિત 24 લોકોની ગોળી મારી હત્યા કરી ત્રણ લોકોનું અપહરણ કર્યુ હતું. બુર્કિના ફાસોમાં સતત હુમલાઓ થતા રહે છે. આ વખતે આ હુમલો એક ધાર્મિક નેતાના વિરોધમાં થયો હોવાનું જાણવા મળ્યું છે.
બુર્કિના ફાસોમાં ફરી નરસંહાર, 24 લોકોની ગોલી મારી હત્યા - બુર્કિના ફાસોમાં હુમલો
બુર્કિના ફાસોમાં ફરી એક કસ્બામાં હુમલો થયો હતો. આ હુમલામાં 24 લોકોના મોત થયાં છે જયાકે અમુક લોકો ઘાયલ થયા હતા.
f
આ અંગે બાઉંદોરે કમ્યુનના મેયર સિહનરી ઓસનગોલા બ્રિગાડીએ કહ્યું હતું કે, આ હુમલો પાસનીના કસ્બામાં થયો હતો. આશરે 20 હુમલાખોરોએ ચર્ચ માટે પુરૂષો અને મહિલાઓને અલગ અલગ કરી આ હુમલો કર્યો હતો.
બુર્કિના ફાસોમાં અવારનવાર ઘાતક હુમલાઓ થતાં રહે છે. અનેક લોકોના જીવ ગયા છે. આ હુમલામાં 24 લોકોના મોત થયા છે. જ્યારે અનેક ઘાયલ થયા છે. મૃતકોમાં ખ્રિસ્તી અને મુસ્લિમ વર્ગના લોકો સામેલ છે.