- પૂર્વ રાષ્ટ્રપતિના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુકાયો હતો
- અંતિમ દર્શન માટે આવેલા લોકોએ મચાવી અફરાતફરી
- અફરાતફરીના કારણે 45 લોકોના મોત થયા
આ પણ વાંચોઃતન્ઝાનિયાના રાષ્ટ્રપતિ જોન મગુફુલીનું નિધન
નૈરોબીઃ તંઝાનિયાના પૂર્વ રાષ્ટ્રપતિ જોન મગુફુલીનું નિધન થતા તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. તેમના અંતિમ દર્શન કરવા આવેલા લોકોએ અફરાતફરી મચાવતા 45 લોકોના મોત થયા હતા. પોલીસે આ અંગે મંગળવારે જાણકારી આપી હતી. તેમનો પાર્થિવ દેહને એક સ્ટેડિયમમાં રાખવામાં આવ્યો હતો. શહેરના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પૂર્વ રાષ્ટ્રપતિના પાર્થિવ દેહને જોવા માટે કેટલાક લોકો દિવાલ પર ચડ્યા હતા. તે સમયે જ આ દિવાલ પડી ગઈ હતી, જેના કારણે અફરાતફરી મચી હતી. આ અફરાતફરીમાં 45 લોકોના મોત થયા છે.