ગુજરાત

gujarat

ETV Bharat / international

બુર્કિના ફાસોમાં થયેલા આતંકિ હુમલામાં 11 પોલીસકર્મી ઠાર - આફ્રિકાના ઓગાડૌગૂમાં પોલીસ અધિકારીઓ પર હુમલો

આફ્રિકાના બુર્કીના ફાસોમાં આતંક વાદી હુમલામાં 11 પોલીસકર્મીઓના મોત નિપજ્યા હતી. આ હુમલા બાદ ઓછામાં ઓછા ચાર પોલીસ કર્મીઓ ગુમ થયા છે.

બુર્કિના ફાસોમાં થયેલા આતંકિ હુમલામાં 11 પોલીસકર્મી ઠાર
બુર્કિના ફાસોમાં થયેલા આતંકિ હુમલામાં 11 પોલીસકર્મી ઠાર

By

Published : Jun 23, 2021, 1:40 PM IST

  • આફ્રિકાના ઓગાડૌગૂમાંપોલીસ અધિકારીઓ પર થયો હુમલો
  • હુમલામાં 11 પોલીસકર્મીનાં મોત નીપજ્યાં
  • આ હુમલો સોમવારે બર્સાલોગો શહેર નજીક થયો હતો

આફ્રિકા(ઔગાડૌગૂ): બરકિના ફાસોમાં આતંક હિંસાથી પોલીસ અધિકારીઓના જૂથ પર ગોળીબાર કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા 11 પોલીસકર્મીનાં મોત નીપજ્યાં હતા.

આ પણ વાંચોઃ દક્ષિણ આફ્રિકામાં ભરૂચ જિલ્લાના યુવાન પર હુમલો

હુમલામાં માત્ર સાત પોલીસ જવાનો બચ્યા

મંગળવારના રોજ એક અખબારી યાદીમાં આ હુમલાની પુષ્ટિ કરી આ હુમલો સોમવારે બર્સાલોગો શહેર નજીક થયો હતો. આ હુમલા બાદ ઓછામાં ઓછા ચાર પોલીસ અધિકારીઓ ગુમ છે. સુરક્ષા મંત્રાલય(ministry of security)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ હુમલામાં માત્ર સાત પોલીસ જવાનો બચ્યા છે.

આ પણ વાંચોઃમહારાષ્ટ્રના ગઢચીરોલીમાં પોલીસ પર નક્સલી હુમલો, એક જવાન શહીદ

નાગરિકો પર ભયાનક હુમલો

હજી સુધી કોઈ જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી, પરંતુ આશંકા ઇસ્લામિક ઉગ્રવાદીઓ પર છે, જેમણે છેલ્લા મહિનામાં ભયાનક હિંસા કરી છે. આ મહિનાની શરૂઆતમાં, જેહાદીઓએ સહેલ ક્ષેત્રના સોલન ગામમાં નાગરિકો પર ભયાનક હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 132 લોકો માર્યા ગયા હતા. અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ દ્વારા થયેલી હિંસાએ બર્કિના ફાસોમાં હજારોની હત્યા કરી હતી અને એક મિલિયનથી વધુ લોકોને વિસ્થાપિત કર્યા હતા.

આ પણ વાંચોઃનેત્રંગ તાલુકાનાં કંબોડિયા ગામમાં વોન્ટેડ બુટલેગરને પકડવા ગયેલા પોલીસ જવાનો પર હુમલો

ABOUT THE AUTHOR

...view details