ગુજરાત

gujarat

ETV Bharat / international

બુર્કિના ફાસોમાં આતંકવાદી હુમલો, 35 લોકોના મોત, 80 આંતકીઓ ઠાર - બુર્કિના ફાસોમાં આતંકવાદી હુમલો

પશ્ચિમ આફ્રિકાઃ આફ્રિકી દેશ બુર્કિના ફાસોમાં આતંકવાદી હુમલામાં 35 લોકોના મોત થયાં છે. સુરક્ષાબળો સાથેના ઘર્ષણમાં 80 આતંકવાદીઓ માર્યા ગયા છે. જેની જાણકારી દેશના રાષ્ટ્રપતિ રોચ માર્ક કાબોરે ટ્વિટ કરી આપી છે.

international news
international news

By

Published : Dec 25, 2019, 11:53 AM IST

આફ્રિકી દેશ બુર્કિના ફાસોમાં મંગળવારે આંતકવાદી હુમલામાં 35 નાગરીકોના મોત થયાં છે. મૃતકોમાં વધારે મહિલાઓ સામેલ છે. સુરક્ષાબળો સાથેના ઘર્ષણમાં 80 આતંકવાદીઓ પણ ઠાર થયા છે. પશ્ચિમ આફ્રિકી દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં આ સોથી મોટો ઘાતક હુમલો છે.

બુર્કિના ફાસોની સેનાએ કહ્યું કે, અરબિંદા શહેરમાં થયેલા આતંકી હુમલામાં 7 જવાન શહીદ થયા છે. માલી અને નાઈઝર સીમા નજીક આવેલ બુર્કિના ફાસોમાં સતત આતંકવાદી હુમલાઓ થતાં રહે છે. 2015થી આવા હુમલાઓમાં અનેક લોકોના જીવ ગયા છે.

સોઉમ પ્રાંતના અરબિંદામાં એક સૈન્ય ઠેકાણા પર આતંકવાદીઓએ નાગરીકો પર હુમલો કર્યો હતો.

રાષ્ટ્રપતિ રોચ માર્ક કાબોરે ટ્વિટ કરી કહ્યું કે, બર્બર હુમલામાં 35 લોકોના જીવ ગયા છે. મૃતકોમાં વધારે મહિલાઓ છે. આ સાથે સુરક્ષાબળોની વીરતા અને પ્રતિબદ્ધતાની સરાહના કરી હતી. રાષ્ટ્રપતિએ 48 કલાક માટે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.

ABOUT THE AUTHOR

...view details