એન્ટિગુઆના વડાપ્રધાન બ્રાઉને કહ્યું કે, મેહુલ ચોકસીના કારણે તેમના સિટિજનશીપ બાય ઈનવેસ્ટમેન્ટ પ્રોગ્રામને નુકસાન પોહચ્યું છે. મેહુલ ચોકસી એન્ટિગુઆના આ પ્રોગ્રામનો ઉપયોગ કરીને નાગરિકતા લીઘી છે. તેમણે કહ્યું કે, ભારતીય અધિકારીઓ અમને સમય પર સૂચના નહતી આપી, પરંતુ અમે સ્પષ્ટ કરીએ છીએ કે, તેમણે પાછા જવું જ પડશે.
મેહુલ ચોકસી ઠગ, ભારત પૂછપરછ માટે સ્વતંત્ર: એન્ટિગુઆના PM
નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોકસીને લઈને એન્ટિગુઆના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને મોટું નિવેદન આપ્યું છે. ગેસ્ટન બ્રાઉને મેહુલ ચોકસીને ઠગ કહેતા કહ્યું કે, ઈન્ડિયન ઈન્ટરલિજ્સ એજન્સીઓ એન્ટિગુઆ આવીને મેહુલ ચોકસીને પૂછપરછ કરવા માટે સ્વતંત્ર છે. ગેસ્ટન બ્રાઉને કહ્યું કે, મેહુલ ચોકસીને પોતાના દેશમાં પાછા જવું જ પડશે, હવે એ સમયની વાત છે કે તેઓ કેટલા સમય સુધી કાયદાથી પોતાને દુર રાખી શકે છે.
mehul
ઉલ્લેખનીય છે કે, ગેસ્ટન બ્રાઉને મેહુલ ચોકસીની નાગરિકતાને રદ કરવાની જાહેરાત કરી હતી. તેમણે આ પગલું ભારતના દબાણમાં આવીને ભર્યું છે. PNB કૌભાંડમાં નીરવ મોદી અને મેહુલ ચોકસી પર 13 હજાર કરોડ રૂપિયાના ગડબડીનો આરોપ છે. આ મામલે 2018માં સામે આવ્યો હતો.