આફ્રિકા: પ્રશ્વિમી આફિક્રી દેશ માલીના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ બોબાકાર કેતાના પદ પરથી રાજીનામું આપવાની વાતને લઇને ઘણા સમયથી પ્રદર્શન ચાલી રહ્યું છે, જેને લઇને વિદ્રોહી સૈનિકોએ ગયા મંગળવારે તેમના નિવાસ સ્થાનને ઘેરી લીધું હતું. તેમજ વડાપ્રધાન બાઉઓ સીસેને બંધક બનાવ્યા હતા. જાણકારી અનુસાર રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ બોબાકર કેતાએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
આફિકી દેશ માલીમાં રાજકીય સંકટ, રાષ્ટ્રપતિએ રાજીનામું આપ્યું, જાણો કારણ - પ્રશ્વિમી આફિક્રી દેશ માલી
પ્રશ્વિમી આફિક્રી દેશ માલીના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ બોબાકાર પોતાના પદ પરથી રાજીનામું આપવાની વાતને લઇને ઘણા સમયથી પ્રદર્શન ચાલી રહ્યું છે, જેને લઇને વિદ્રોહી સૈનિકોએ ગયા મંગળવારે નિવાસ સ્થાનને ઘેરી લીધું હતું. તેમજ વડાપ્રધાન બાઉઓ સીસેને બંધક બનાવ્યા હતાં. જાણકારી અનુસાર રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ બોબાકાર કેતાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
બામાકોની શેરીઓમાં સૈનિકો મુક્ત ફરતા હતાં, જેનાથી તે સ્પષ્ટ થઈ જાય છે કે, તેઓનું પાટનગર શહેર પર નિયંત્રણ થઇ ગયું છે. જો કે, સૈનિકો તરફથી કોઈ તાત્કાલિક નિવેદન આવ્યું નથી. આ સંદર્ભમાં એક પ્રાદેશિક અધિકારીએ પુષ્ટિ કરી હતી કે, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને મંગળવારે સાંજે બંઘક બનાવી લેવામાં આવ્યાં હતાં. જણાવવામાં આવી રહ્યું છે કે, માલી રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ બોબાકાર કેતાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ પછી સંસદ ભંગ કર્યા બાદ સૈનિકોએ માલીના રાષ્ટ્રપતિને કસ્ટડીમાં લીધા હતા.
માલીના આંતરિક સુરક્ષા મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે, "અધિકારીઓની ધરપકડ કરવામાં આવી રહી છે તે અંગે હજુ પણ શંકાઓ છે." માલીના રાષ્ટ્રપતિને લોકશાહી રૂપે ચૂંટવામાં આવ્યા હતા. તેમને ભૂતપૂર્વ ઉપનિવેશવાદી ફાંસ અને અન્ય પાશ્ચાત્ય સાથીઓનો તેમને વ્યાપક સમર્થન પ્રાપ્ત છે.