બામાકો: માલીની સેનાના કર્નલ અસીમી ગોઇતાએ જાહેરાત કરી છે કે દેશની કમાન હવે તેના હાથમાં છે. ગોઇતાએ પોતાને જુંતાના (લશ્કરી નેતાઓની સમિતિ) પ્રમુખ જાહેર કર્યા છે, જેનાથી દેશના લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા પ્રમુખ ઇબ્રાહિમ અબુબકર કીતાને રાજીનામું આપવાની ફરજ પડી.
નોંધપાત્ર વાત એ છે કે બળવાખોર સૈનિકોએ મંગળવારે રાષ્ટ્રપતિના નિવાસસ્થાનને ઘેરી લઇને તેમને બંધક બનાવ્યા હતા. આ પછી કીતાએ રાષ્ટ્રપતિ પદથી રાજીનામું આપ્યું. કર્નલ ગોઇતા એ પાંચ લશ્કરી અધિકારીઓમાંના એક છે જેમણે સરકારના પ્રસારણકર્તા ઓઆરટીએમ પર બળવાની ઘોષણા કરી હતી.
ભૂલો માટે કોઈ અવકાશ નહીં