- લિબિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને સ્થાનિક કોર્ટે મહત્વનો નિર્ણય
- સરમુખત્યાર મુઅમ્મર ગદ્દાફીના પુત્રને ચૂંટણી લડવાની મંજૂરી આપી
- સૈફ અલ-ઈસ્લામને મૃત્યુદંડની સજા ફટકારી હતી
કાઈરો (ઈજિપ્ત): લિબિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને(Libya presidential election) લઈને સ્થાનિક કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે દિવંગત સરમુખત્યાર મુઅમ્મર ગદ્દાફીના(Libyan dictator Moammar Gadhafi) પુત્રને ચૂંટણી લડવાની મંજૂરી આપી છે. લિબિયાના મીડિયા સંગઠનોના અહેવાલો અનુસાર, ગુરુવારે દક્ષિણ પ્રાંતની વિધાનસભાની અદાલતે સૈફ અલ-ઇસ્લામ ગદ્દાફીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. લિબિયામાં સંયુક્ત રાષ્ટ્રના નેતૃત્વમાં વર્ષોના પ્રયાસો બાદ 24 ડિસેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણીનો(libya presidential election 2021) પ્રથમ રાઉન્ડ યોજાવા જઈ રહ્યો છે. લિબિયામાં હાલમાં વચગાળાની સરકાર છે, જે ફેબ્રુઆરીમાં યુએનની આગેવાની હેઠળની વાટાઘાટો પછી લિબિયાના પ્રતિનિધિઓ દ્વારા ચૂંટાઈ હતી.
લિબિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉચ્ચ-પ્રોફાઇલ લોકો
ઉલ્લેખનીય છે કે, લિબિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી(Libya presidential election) માટે, ઘણા ઉચ્ચ-પ્રોફાઇલલોકોએ તેમના ઉમેદવારી પત્રો સબમિટ કર્યા છે, જેમાં શક્તિશાળી લશ્કરી કમાન્ડર ખલીફા હિફ્ટર અને દેશના વચગાળાના વડા પ્રધાન અબ્દુલ હમીદ દાબીબાના નામનો સમાવેશ થાય છે. તેમજ સૈફ અલ-ઈસ્લામ ગદ્દાફીની(Seif al-Islam Gadhafi) અપીલ એક અઠવાડિયા સુધી કોર્ટ સાંભળી શકી ન હતી. કારણ કે સશસ્ત્ર માણસોએ કોર્ટ બિલ્ડિંગને ઘેરી લીધું હતું અને ન્યાયાધીશોને તેમાં પ્રવેશતા અટકાવ્યા હતા.
સૈફ અલ-ઈસ્લામ ગદ્દાફીને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાગ લેવા પર પ્રતિબંધ
લિબિયાની ઉચ્ચ રાષ્ટ્રીય ચૂંટણી(Libya's high national elections) સમિતિએ ગયા અઠવાડિયે સૈફ અલ-ઈસ્લામ ગદ્દાફીને વિરોધીઓ સામે હિંસાનો ઉપયોગ કરવા બદલ દોષિત ઠેરવીને આવતા મહિને યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો.