હૈદરાબાદ: ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાઈરસથી દુનિયાભરમાં 12 ઓગ્સ્ટના સવારે 7 કલાક સુધીમાં 7,44,527 વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. દુનિયાભરમાં 2,05,03,280 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે. તમને જણાવી દઈએ કે, આ આંકડો સતત બદલતો રહે છે.
કોરોના મહામારીઃ દુનિયાભરમાં 7.44 લાખથી વધુના મોત, જાણો વૈશ્વિક આંકડાં - latestgujaratinews
દુનિયાભરમાં કોરોના વાઈરસ (COVID-19)ની મહામારીથી લાખો લોકોના મોત થયા છે. ગત્ત ડિસેમ્બર મહિનામાં સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો હતો. કોરોના સંક્રમણથી 7.44 લાખથી વધુ લોકોના મોત થયા છે. દુનિયાના 180થી વધુ દેશો અને વિસ્તારોમાં 2,05,03,280થી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવ્યાં છે.
કોરોના કહેર
આંકડા અનુસાર દુનિયાભરમાં કોરોના વાઈરસથી સંક્રમિત 1,34,26,957થી વધુ લોકો સ્વસ્થ થયા છે. દુનિયાભરમાં 63,31,796થી વધુ કેસ એક્ટિવ છે. જેમાં અંદાજે 64,437થી વધુ કેસ ગંભીર છે. આંકડો વર્લ્ડોમીટર (Worldometer) પરથી લેવામાં આવ્યો છે.