ગુજરાત

gujarat

ETV Bharat / international

યુરોપીયન દેશોમાં ભારત-નિર્મિત કોવિશિલ્ડને માન્યતા નહીં, ઘાનાએ કરી આલોચના - GHANA PRESIDENT SLAMS EUROPEAN COUNTRIES OVER INDIA MADE COVISHIELD

કોવિશિલ્ડને માન્યતા ન આપવા પર ભારતના આકરા વિરોધ બાદ બ્રિટન સરકારે ભારત નિર્મિત ઓક્સફોર્ડ/ એસ્ટ્રાજેનેકા કોરોના પ્રતિરોધક વેક્સિન કોવિશિલ્ડને માન્યતા આપી છે.

GHANA PRESIDENT SLAMS EUROPEAN COUNTRIES OVER INDIA MADE COVISHIELD
GHANA PRESIDENT SLAMS EUROPEAN COUNTRIES OVER INDIA MADE COVISHIELD

By

Published : Sep 24, 2021, 7:53 PM IST

  • ભારત નિર્મિત કોવિશિલ્ડ વેક્સિનનો મામલો
  • ઘાનાના રાષ્ટ્રપતિએ માન્યતા ન મળતા કરી આલોચના
  • કોવેક્સ પહેલ અંતર્ગત ઘાનાને 5 લાખથી વધુ ડોઝ મળ્યા

ન્યૂયોર્ક: ઘાનાના રાષ્ટ્રપતિ નાના અડો ડંકવા અકુફો-અડોએ યાત્રીઓ માટે ભારત નિર્મિત કોવિશિલ્ડને યૂરોપના કેટલાક દેશોએ માન્યતા ન આપતા તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે અને કહ્યું થે કે, સંક્રમણને અટકાવવા માટે વેક્સિનનો સહારો લેવો એ એક પ્રતિગામી પગલું હશે.

ઘાનાને મળ્યા કોવિશિલ્ડના 6.52 લાખ ડોઝ

તેમણે વધુમાં કહ્યું હતું કે, કોવેક્સ પહેલ અંતર્ગત આફ્રિકન દેશોમાં કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ મોકલવામાં આવ્યા હતા. કોરોના સંક્રમણ અટકાવવા માટેના ઉપકરણ તરીકે વેક્સિનનો ઉપયોગ એ યોગ્ય કદમ હશે. ઉલ્લેખનીય છે કે, ઘાનાને ભારત નિર્મિત કોવિશિલ્ડ વેક્સિનના કુલ 6.52 લાખ ડોઝ મોકલવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details