- બહુમાળી ઈમારત ધરાશાયી થવાથી 43 લોકોના મોત
- રિયલ એસ્ટેટ કંપનીના ડિરેક્ટર પણ આ મૃતકોમાં સામેલ
- બિલ્ડિંગ ધરાશાયીી થઈ ત્યારે 100 લોકો કામ કરી રહ્યા હતા
લાગોસ, નાઈજીરીયા :લાગોસમાં એક નિર્માણાધીન બહુમાળી ઈમારત ધરાશાયી (BUILDING COLLAPSE) થવાથી 43 લોકોના મોત નિપજ્યા છે. પ્રેસવાર્તામાં જણાવ્યા અનુસાર, 21 માળનો લક્ઝરી ટાવર બનાવનાર રિયલ એસ્ટેટ (Real Estate) કંપની ફોરસ્કોર હોમ્સના ડિરેક્ટર ફેમી ઓસિબોના પણ આ મૃતકોમાં સામેલ છે. મંગળવારની આ ઘટનમાં ઘટનાસ્થળેથી કોઈ પણ જીવિત વ્યક્તિ મળી આવ્યું નથી.
હજુ પણ કામ કરતા 48 લોકો ગુમ
આ ઘટનામાં હજુ પણ કેટલા લોકો ગુમ છે તે જાણી શકાયું નથી, પરંતુ ઘટનાસ્થળ પર એક બાંધકામ કામદારે અંદાજ લગાવ્યો હતો કે, સોમવારે જ્યારે બિલ્ડિંગ ધરાશાયીી થઈ ત્યારે 100 લોકો કામ કરી રહ્યા હતા, એટલે કે ઓછામાં ઓછા 48 લોકો હજુ પણ ગુમ છે.