- હૈતીમાં ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 1941ના મોત
- ઈજાગ્રસ્ત લોકોની સંખ્યા વધીને પહોંચી 9900 પર
- હજૂ પણ કાટમાળમાંથી મળી રહ્યા છે મૃતદેહો
લેસ કેયસ : હૈતીમાં ગયા સપ્તાહે આવેલા ભૂકંપમાં મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે. અધિકારીઓએ મંગળવારે જાહેર કર્યું હતું કે , ભૂકંપથી મરનારાઓની સંખ્યામાં 500 લોકોનો વધારો થયો છે. દેશમાં વાવાઝોડા 'ગ્રેસ' ને કારણે રાહત અને બચાવ કામગીરીઓમાં તકલીફ આવી રહી છે.
બચાવ કાર્યમાં ક્ષતિગ્રસ્ત શહેર લેસ કેયસ અને રાજધાની પોર્ટ - ઓ - પ્રિંસમાં ધીમીધારે વરસાદ ચાલુ છે. મંગળવારે બપોરે નાગરીક રક્ષણ એજન્સીએ ભૂકંપમાં હાલ સુધીમાં મૃત્યુઆંકની સંખ્યા 1941 જણાવી છે અને ઈજાગ્રસ્તોની સંખ્યા 9900 જણાવાઈ રહી છે જેમાંથી અનેક લોકો હજૂ પણ મેડીકલ સેવાની રાહમાં બેઠા છે.
આ પણ વાંચો : Haitis weekend earthquake: હૈતીમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધી 1,419 લોકોના મૃત્યુ, 6000 ઇજાગ્રસ્ત