જોહનેસબર્ગઃ કોરોના વાઇરસના કહેરથી હવે દુનિયાના તમામ દેશો ઝઝૂમી રહ્યા છે. એશિયાઇ દેશ ચીનથી શરુ થઇને આ મહામારી યુરોપ, અમેરિકા અને હવે આફ્રિકી મહાદ્વીપમાં પણ ફેલાઇ ચૂકી છે. આ મહાદ્વીપના કેટલાય દેશ ગંભીર રુપથી પ્રભાવિત છે. મર્યાદિત તપાસને કારણે આ વાઇરસ અહીંયા વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
સત્તાવાર આંકડાના આધાર પર એએફપીની ગણના અનુસાર, અલ્જીરિયામાં સર્વાધિક 364 લોકોના મોત થયા છે. જે બાદ મિસ્ત્રમાં 205, મોરક્કોમાં 135 અને દક્ષિણ આફ્રિકામાં 50 લોકો આ સંક્રમણથી મોત થયા છે.