ગુજરાત

gujarat

કોરોના વાઈરસથી વિશ્વભરમાં 1.60 લાખથી વધુ લોકોના મોત, 23 લાખ લોકો સંક્રમિત

By

Published : Apr 19, 2020, 11:44 AM IST

કોરોના વાઈરસ વિશ્વભરમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. વર્લ્ડમીટરના આંકડા પર નજર કરીએ તો અત્યારસુધીમાં વિશ્વમાં 23 લાખ 30 હજાર 945થી વધુ લોકો કોરોના વાઈરસથી સંક્રમિત છે અને 1 લાખ 60 હજાર 757થી વધુ લોકોના મોત થયા છે.

કોરોના વાયરસ
કોરોના વાયરસ

પેરિસ: દુનિયાભરમાં 23 લાખ 30 હજાર 945 થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે. જ્યારે 4 લાખ 97 હજાર 600 લોકો સ્વસ્થ થયાં છે. બ્રિટનમાં કોરોના સંક્રમિતની સંખ્યા 1 લાખ 14 હજાર 217 થઈ છે અને 15 હજાર 464 લોકોના મોત થયાં છે.

અમેરિકામાં કોરોના વાઈરસના 7 લાખ 38 હજાર 830 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 39 હજાર 014 લોકોના મોત થયાં છે. ઈટલી આ વાઈરસથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે. જ્યાં 23 હજાર 227 લોકોના મોત થયાં છે.

સ્પેનમાં આ વાઈરસથી 20 હજાર 639 મોત અને 1 લાખ 94 હજાર 416 લોકો કોરોનાથી સંક્રમિત છે. ફાંસમાં કોરોનાથી 19 હજાર 323 મોત અને 1 લાખ 51 હજાર 793 લોકો સંક્રમિત છે. આ ઉપરાંત ઇરાનમાં કોરોના વાઈરસથી 5 હજાર031ના મોત અને 80 હજાર 868 લોકો સંક્રમિત છે.

ABOUT THE AUTHOR

...view details