વોશિંગ્ટન: કોરોના વાઈરસના કહેરથી આજે આખું વિશ્વ ત્રસ્ત છે. ત્યારે વિશ્વમાં અત્યાર સુધીમાં 1,54,256 લોકોના મોત થયા છે. તેમજ 2,250,689 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત છે. આ આંકડાઓ વલ્ડોમીટરથી લેવામાં આવ્યો છે. જેમાં કોરોના વાઈરસથી સંક્રમિત 572,103 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે.
કોરોનાથી વિશ્વમાં 1.54 લાખ લોકોનાં મોત, અમેરિકામાં 7 લાખથી વધારે લોકો સંક્રમિત - corona
વિશ્વમાં કોરોના વાઈરસની મહામારીમાં અત્યાર સુધીમાં 1,54,256 લોકોના મોત થયાં છે. તેમજ 2,250,689 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે.
કોરોનાથી
આપને જણાવી દઇએ કે, કોરોના વાઈરસના પ્રકોપથી અમેરિકામાં 7,00,000 લોકો સંક્રમિત છે. કોરોના વાઈરસની મહામારીમાં સૌથી વધારે મૃત્યુ પણ અમેરિકામાં જ નોંધાયા છે. ત્યારબાદ ઇટલીમાં 22,745 લોકોના મોત થયાં છે. સ્પેનમાં 19,478 અને ફ્રાંસમાં 18,681 લોકોના મોત થયાં છે. સ્પેનમાં કોરોના વાઈરસથી મૃત્યુ પામનારની સંખ્યા 20,002 થઇ છે.