તુનિસ: લીબિયામાં અપહરણ કરાયેલા સાત ભારતીય નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા છે. ટ્યુનીશિયામાં ભારતીય રાજદૂત દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
લીબિયામાં સપ્ટેમ્બરમાં અપહરણ કરાયેલા સાત ભારતીયો મુક્ત - પુનીત રોય કુંડલ
લીબિયામાં કામ કરી રહેલા સાત ભારતીયોને તેમના દેશ પરત ફરતી વખતે એરપોર્ટ જતા માર્ગમાં તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે હવે આ ભારતીયોને મુક્ત કરવામાં આવ્યા છે. ટ્યુનિશિયામાં ભારતીય રાજદૂત પુનીત રોય કુંડલે તેમના મુક્ત થવાની પુષ્ટિ કરી છે.
આંધ્રપ્રદેશ, બિહાર, ગુજરાત અને ઉત્તરપ્રદેશના રાજ્યોના રહેવાસી સાત વ્યક્તિઓને 14 સપ્ટેમ્બરના રોજ લીબિયાના આશ્શરીફ વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવ્યા હતા. ટ્યુનિશિયામાં ભારતીય રાજદૂત પુનીત રોય કુંડલે તેમના મુક્ત થવાના સમાચારની પુષ્ટિ કરી છે.
લીબિયામાં ભારતીય દૂતાવાસ નથી. તે ટ્યુનિશિયામાં ભારતીય મિશન છે જે લીબિયામાં ભારતીયોની સમસ્યાનો નિરાકરણ લાવે છે. આ અગાઉ ગુરુવારે ભારતે પુષ્ટિ કરી હતી કે ગયા મહિને લીબીયામાં તેમના 6 નાગરિકોનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને મુક્ત કરાવવાન પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા.