પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો વિસ્તારના સ્થાનિક લોકો તથા રાહદારીઓ કે જેઓ અહીંથી પસાર થઈ રહ્યા હતાં તેઓ આ દુર્ઘટનાની ઝપટમાં આવી ગયા હતાં.
એક ખાનગી ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર મોટા ભાગના મૃતદેહ બળીને ખાક થઈ ગયા છે. જેને કારણે તેમની ઓળખાણ કરવી પણ પોલીસ માટે મુશ્કેલ થઈ રહ્યું છે.
આ દુર્ઘટના મોરોગોરોના મસામૂવ મેન બસ ટર્મિનલ પાસેના રોડ પર ઘટી હતી, જ્યાં મોટા ભાગે કાર્ગોના ટ્રક પસાર થતાં હોય છે, જે દાર અસ્સલામ બંદર પરથી તેલના ટેંકર ભરી અવર-જવર કરતાં હોય છે.
પોલીસ હજૂ પણ આ ઘટનામાં બ્લાસ્ટનું કારણ શોધી શકી નથી, જો કે, પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ટેંકરની બાજુમાં ઊભેલા એક વ્યક્તિને સિગારેટ પીતા જોયો હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈ આ દુર્ઘટના ઘટી હોવાનું અનુમાન લગાવી શકાય છે.