બુર્કિના ફાસો: ઇસ્લામિક ઉગ્રવાદીઓએ ગયા અઠવાડિયે ઉત્તરી બુર્કિના ફાસોમાં કરેલા હુમલામાં 41 લોકો (41 killed in armed groups attacks) માર્યા ગયા, જેમાં દેશની સૈન્યને સમર્થન આપતી સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણી નેતાનો (armed groups attack in burkina faso) પણ સમાવેશ થાય છે. લોરોમ પ્રાંતમાં કાફલા પર થયેલા ભયાનક હુમલા બાદ ગુરુવારે સરકારના પ્રવક્તા અલ્કાસોમ મૈગાએ 2 દિવસનો શોક જાહેર (Announcing 2 days of mourning) કર્યો હતો.
પીડિતોમાં સૌમૈલા ગણમનો પણ સમાવેશ
પીડિતોમાં સૌમૈલા ગણમનો પણ સમાવેશ થાય છે, જેને લાડજી યોરો તરીકે પણ ઓળખવામાં આવે છે. બુર્કિના ફાસોના પ્રમુખ રોચ માર્ક ક્રિશ્ચિયન કાબોરે જણાવ્યું હતું કે, ગણમ તેમના દેશ માટે મૃત્યુ પામ્યા હતા અને તે ચોક્કસપણે દુશ્મન સામે લડવાની અમારી અડગ પ્રતિબદ્ધતાનું પ્રતીક હશે.
પશ્ચિમ આફ્રિકન રાષ્ટ્ર બુર્કિના ફાસોમાં હિંસા વધી રહી છે