મોરબીઃ રાજકોટ સ્ટેટના યુવરાજ માંધાતાસિંહનો 28 ફેબ્રુઆરીના રોજ રાજ્યાભિષેક થવા જઈ રહ્યો છે. તેમના રાજ્યાભિષેક દરમિયાન આશરે 3 હજાર જેટલી ક્ષત્રિયાણીઓ અદભુત તલવાર રાસ રજૂ કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે. આ અંતર્ગત મોરબીના ક્ષત્રિય સમાજની 80થી વધુ બહેનો રાજકોટમાં હાજર રહીને અદભુત તલવાર રાસ રજૂ કરશે.
રાજકોટમાં આવતીકાલે તલવાર રાસ યોજાશે, મોરબીની 80 બહેનો લેશે ભાગ રાજકોટ સ્ટેટના માંધાતાસિંહને તારીખ 28ના રોજ નવા રાજવી તરીકે રાજતિલક થવાનો છે. તેમનો ભવ્ય રીતે રાજ્યાભિષેક કરવામાં આવશે. તેમના રાજ્યાભિષેકને અદભુત તલવાર રાસ રૂપે ઉમળકાભેર વધાવવા માટે આશરે 3 હજાર જેટલી ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા અદભુત તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તલવાર રાસનાં કાર્યક્રમમાં મોરબીના ક્ષત્રિય સમાજની 80થી વધુ બહેનો આ તલવાર રાસમાં ઉત્સાહભેર ભાગ લેશે. આ તલવાર રાસ માટે ખાસ નિષ્ણાતો દ્વારા બહેનોને સામાકાંઠે સઘન તાલીમ આપવામાં આવી હતી. જેમાં તલવાર રાસના વિવિધ સ્ટેપ્સની ઉમદા રીતે તાલીમ આપવામાં આવી હતી.
મોરબીના ક્ષત્રિય સમાજની 18 વર્ષથી 50 વર્ષ સુધીની બહેનો રાજકોટમાં માંધાતાસિંહના રાજ્યાભિષેક દરમિયાન તલવાર રાસ રજૂ કરશે. આ તલવાર રાસમાં કુલ આશરે 3 હજાર જેટલી ક્ષત્રિયાણીઓ અદભુત તલવાર રાસ રજૂ કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે અને મોરબીની બહેનોને શનાળા ગામના યુવાનોની ટીમે તલવાર રાસની તાલીમ આપી છે.