અમદાવાદ: સંગીત માર્તંડ, પદ્મવિભૂષણ પંડિત જસરાજજી વિશ્વશાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસર, અમદાવાદના રજત મહોત્સવના ત્રીજા દિવસે પધાર્યા હતા. પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે સૂરમાર્તંડ પંડિત જસરાજજીનું પાઘ, શાલ, પુષ્પમાળા પહેરાવવી શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર - સ્મૃતિચિન્હ અર્પણ કરીને યથોચિત સન્માન કર્યું હતું.
પંડિત જસરાજે ગુજરાતમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યને નતમસ્તક થઈ વંદન કર્યા હતા - Latest news of ahemdabad
ભારતીય સંગીત જગતમાં પ્રખ્યાત નામ સમ્રાટ પંડિત જસરાજજી આજે પ્રત્યક્ષરુપે આપણી વચ્ચે રહ્યાં નથી. 17 ઓગસ્ટના રોજ અમેરિકામાં 90 વર્ષની વયે તેમનું નિધન થતાં વિશાળ ચાહકવર્ગમાં શોકની લાગણી છવાઈ છે. પંડિત જસરાજજીને ગુજરાત પ્રત્યે અપાર પ્રેમ હતો. તેઓ વારંવાર ગુજરાતના પ્રવાસે આવતા હતાં. ગુજરાતના સ્વામીનારાયણ સંપ્રદાયના પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીને તેમણે નતમસ્તક થઈને વંદન કર્યા હતા.
તેઓએ અત્યંત અભિભૂત થતાં અંતરના ઉદરથી તે સમયે રજૂ કર્યું હતું કે, "હું ઘણા દેશોમાં ગયો છું અને મને ઘણાં સન્માન મળ્યા છે, પરંતુ આજે મને અહીં સન્માન મળ્યું છે, એવું ક્યાંય મળ્યું નથી. હું મારા દિલથી અનુભવું છું કે, હું મારા જીવનના ઢળતા પડાવમાં સાચા સંતના દર્શન કરવાના સૌભાગ્ય મળ્યા છે. શ્રી સ્વામિનારાયણ ગાદીના શ્રી પુરુષોત્તમપ્રિયાદાસજી સ્વામીજી મહારાજનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ફરી એક વાર હું સ્વામીજીના ચરણને કોટી કોટી વંદન કરું છું."
મહાન સંગીતકાર પંડિત જસરાજજીના નિધન પર મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના અનુગામી આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે શોક વ્યક્ત કર્યો હતો. પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજને પ્રાર્થના કરી હતી કે, પંડિત જશરાજજીના આત્માને વધુને વધુ આપની મૂર્તિનું સુખ આપો. ઉપરાંત, પ્રાર્થના ધૂન અને ધ્યાન કરવામાં આવ્યા હતા.