- ડિફેંસ એક્સ્પો-2020 આગામી માર્ચ મહિનામાં આયોજિત થવા જઇ રહ્યું છે
- ડિફેંસ એક્સ્પોને લઇને ગાંધીનગરમાં તૈયારીઓ શરૂ
- ડિફેંસ એક્સ્પોમાં સ્વદેશી શસ્ત્રો અને સાધનો દર્શાવવામાં આવશે
ન્યૂઝ ડેસ્ક- કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથ સિંહ આજે ગુજરાતમાં છે. અહી કેટલીક બેઠકોમાં ભાગ લીધો હતો. આજે સવારે તેઓ વડોદરા એરપોર્ટ પર આવ્યા હતા. જ્યાંથી તેઓ કેવડિયામાં ભાજપ કાર્યકારી બેઠકને સંબોધિત કરવા પહોંચ્યા હતા. ત્યારબાદ તેમની ડિફેંસ એક્સ્પો-2020ની તૈયારીઓનું શિડ્યૂલ છે. આ દરમિયાન તેઓ ડિફેંસ એક્સ્પો-2020ની તૈયારીઓને લઇને સુરક્ષા અધિકારીઓની બેઠકમાં શામેલ થયા હતા. રક્ષા મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે, ડિફેંસ એક્સ્પો-2020 આગામી માર્ચ મહિનામાં આયોજિત થવા જઇ રહ્યું છે. આને લઇને ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.
ડિફેંસ એક્સ્પો ગાંધીનગરમાં આવતા વર્ષે 11-13 માર્ચ વચ્ચે યોજાશે
રક્ષા મંત્રાલયની વેબસાઇટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બે વર્ષમાં એક વાર યોજાનાર ડિફેંસ એક્સ્પો ગાંધીનગરમાં આવતા વર્ષે 11-13 માર્ચ વચ્ચે યોજાશે. મંત્રાલયના ઉત્પાદન વિભાગે ડિફેંસ એક્સ્પોનો 12માં સંસ્કરણનો લોગો પણ જારી કરાયો છે. જેની પર ટેગ લાઇન આપવામાં આવી છે કે, ઇન્ડિયા: ધ ઇમર્જિંગ ડિફેંસ મેન્યુફેક્ચરિંગ હબ. એટલે કે તેમાં સ્વદેશી શસ્ત્રો અને સાધનો દર્શાવવામાં આવશે. અગાઉ, છેલ્લો ડિફેંસ એક્સ્પો ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં યોજાયો હતો, જ્યારે નવમી આવૃત્તિ ચેન્નાઈમાં અને આઠમી ગોવામાં યોજાઈ હતી. તે પહેલા રાજધાની દિલ્હીમાં ડિફેન્સ-એક્સ્પો યોજાઈ ચૂક્યો છે.