ગુજરાત

gujarat

ETV Bharat / headlines

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર સતીશ ધુપેલિયાનું કોરોનાથી નિધન - સતીશ ધુપેલિયા નિધન

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર સતીશ ધુપેલિયાનું કોરોનાથી થયું નિધન છે. સતીશ ધુપેલિયા બધા જ સમુદાયોમાં જરુરતમંદની સહાયતા માટે પ્રસિદ્ધ હતા. સાથે જ કેટલાક સામાજિક કલ્યાણ સંગઠનોમાં પણ સક્રિય હતા.

satish
satish

By

Published : Nov 23, 2020, 3:04 PM IST

  • મહાત્મા ગાંધીના પ્રપૌત્રનું સતીશ ધુપેલિયાનું નિધન
  • કોરોના વાઈરસથી હતા સંક્રમિત
  • બહેન ઉમા ધુપેલિયાએ આપી જાણકારી

જોહનિસબર્ગ: મહાત્મા ગાંધીના પ્રપૌત્ર અને મૂળ દક્ષિણ આફ્રિકાના રહેવાસી સતીશ ધુપેલિયાનું કોરોના વાઈરસના સંક્રમણથી જોહાનિસબર્ગમાં નિધન થયું છે. તેઓ 66 વર્ષના હતા અને ત્રણ દિવસ પહેલા જ તેમનો જન્મદિવસ હતો.

બહેને ટ્વિટ કરી આપી માહિતી

સતીશ ધુપેલિયાની બહેન ઉમા ધુપેલિયાએ આ વાતની પુષ્ટિ કરી હતી કે, તેમના ભાઈનું કોરોના વાઈરસના સંક્રમણના કારણે નિધન થયું છે. તેમના ભાઈને ન્યુમોનિયાની પણ બિમારી હતી. સારવાર માટે તેઓ છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં હતા અને હોસ્પિટલમાં જ તેઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા.

ન્યુમોનિયાથી પણ પીડાઈ રહ્યાં હતા

તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે, ન્યુમોનિયાથી એક મહિનાથી પીડાયા બાદ મારા પ્રિય ભાઈનું નિધન થયું છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓ કોવિડ-19ની ઝપેટમાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં તેમણે કહ્યું કે, ‘આજે સાંજે તેમને હાર્ટ-અટેક આવ્યો હતો.’ તેમના પરિવારમાં બે બહેનો ઉમા અને કીર્તિ મેનન છે, જે અહીં જ રહે છે. આ ત્રણેય ભાઈ-બહેનો મણિલાલ ગાંધીના વારસ છે.

ABOUT THE AUTHOR

...view details