ગુજરાત

gujarat

ETV Bharat / headlines

કોરોનાથી મૃત્યુ પામેલાં 2 પોલીસકર્મીઓના પરિવારને 25 લાખના ચેક અર્પણ, સરકારી સહાય ચૂકવાઈ - Ahmedabad City police commissioner

કોરોના વાઇરસના સંક્રમણનો ભોગ અમદાવાદના પોલીસકર્મીઓ પણ બન્યાં હતાં. જેમાંથી કેટલાક પોલીસકર્મીઓનું કોરોના વાઇરસના કારણે અવસાન થયું હતું. તે પૈકી 2 કોન્સ્ટેબલના પરિવારને શહેર પોલીસ કમિશનર દ્વારા સરકાર તરફથી 25 લાખ રૂપિયાના ચેક આપવામાં આવ્યાં હતાં.

કોરોનાથી મૃત્યુ પામેલાં 2 પોલીસકર્મીઓના પરિવારને 25 લાખના ચેક અર્પણ, સરકારી સહાય ચૂકવાઈ
કોરોનાથી મૃત્યુ પામેલાં 2 પોલીસકર્મીઓના પરિવારને 25 લાખના ચેક અર્પણ, સરકારી સહાય ચૂકવાઈ

By

Published : Jun 9, 2020, 4:55 PM IST

Updated : Jun 9, 2020, 11:22 PM IST

અમદાવાદ: કોરોના વાઇરસનું સંક્રમણ વધતાં લૉકડાઉનનું પાલન કરાવવા માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. તે દરમિયાન કેટલાક પોલીસકર્મીઓ પણ કોરોનાથી સંક્રમિત થયાં હતાં. જે બાદ સારવાર દરમિયાન કેટલાકનું દુખદ અવસાન થયું હતું. જેમાંથી ભરતસિંહ ઠાકોર, કૃષ્ણનગર પોલીસ સ્ટેશન અને ગોવિંદભાઈ દાતણીયા -ASI- પોલીસ હેડ ક્વોટરમાં ફરજ બજાવતાં હતાં. બંનેના કોરોના વાઇરસના કારણે મોત થયાં હતાં.

બંને પોલિસકર્નામીના મોત થતાં સરકાર તરફથી કરેલ જાહેરાત મુજબ 25 લાખ રૂપિયાના ચેક પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યાં હતાં. ઉપરાંત અન્ય પણ મૃત્યુ પામેલાં પોલીસકર્મીઓના પરિવારને પણ ચેક આપી સાંત્વના આપવામાં આવી હતી.

Last Updated : Jun 9, 2020, 11:22 PM IST

ABOUT THE AUTHOR

...view details