ગુજરાત

gujarat

ETV Bharat / headlines

જૂનાગઢ મનપાના આગામી બજેટ પર કરદાતાઓની યોગ્ય-સમાન દર લાગુ કરવા માંગ - Junagadh samachar

જૂનાગઢ મનપાનુ્ં આવતીકાલે બજેટ આવી રહ્યું છે. જેને લઇને કરદાતાઓમાં પણ હવે યોગ્ય અને સમાંતરે બજેટની રજૂઆત થાય તેવું ઇચ્છી રહ્યા છે.

aa
મનપાના આગામી બજેટને લઈને કરદાતાઓએ કરી યોગ્ય માગ, સમાન દરે યોજનાઓ લાગુ કરવાની કરી વાત

By

Published : Feb 12, 2020, 11:24 AM IST

Updated : Feb 12, 2020, 12:34 PM IST

જૂનાગઢઃ આવતીકાલે મનપાની જનરલ બોર્ડ મળવા જઈ રહ્યું છે. જેમાં વર્ષ 2021નો સામાન્ય અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. જેને લઇને હવે જૂનાગઢના કરદાતાઓ પણ ખુબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. કરદાતાઓ વિસ્તારમાં જરુરિયાત મુજબ બજેટની જોગવાઇ અને તેનો અમલ થાય તેવી માગ કરી રહ્યા છે.

મનપાના આગામી બજેટને લઈને કરદાતાઓએ કરી યોગ્ય માગ,સમાન દરે યોજનાઓ લાગુ કરવાની કરી વાત
આવતીકાલે જૂનાગઢ મનપાનુ વર્ષ 2020-21નુ સામાન્ય અંદાજપત્ર આવી રહ્યું છે. જેને લઇને હવે જૂનાગઢના કરદાતાઓ પણ ખુબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. વર્ષ 2002 બાદ જૂનાગઢ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું છે, ત્યારથી દર વર્ષે બજેટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. વર્ષો બાદ બજેટની રકમ અને બજેટના પ્રકારમાં વધઘટ થતી જોવા મળી રહી છે, પરંતુ હવે જ્યારે વિસ્તારો અને મતદારોની સંખ્યા વધી રહી છે. તેને ધ્યાને લઇને બજેટમાં દરેક વોર્ડની જરૂરિયાત અને વિકાસના કામોનો સર્વે કરીને વોર્ડ વાઈઝ બજેટ ફાળવવામાં આવે તેવી વ્યવસ્થા થાય તેવું જૂનાગઢના લોકો માની રહ્યા છે.
મનપાના આગામી બજેટને લઈને કરદાતાઓએ કરી યોગ્ય માગ, સમાન દરે યોજનાઓ લાગુ કરવાની કરી વાત
દર વર્ષે બજેટની જોગવાઇમા જૂનાગઢ મનપાના 15 વોર્ડમાં એક સમાન ધોરણે ફંડની ફાળવણી કરવામાં આવતી હોય છે, પરંતુ કેટલાક વોર્ડ વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટા છે. તો કેટલાક વોર્ડ વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ નાના છે. તો કેટલાક વોર્ડમા મતદારોની સંખ્યા પણ અનિયમિત અને વધઘટ જોવા મળી રહી છે. જેને લઇને કેટલાક વોર્ડમાં વિકાસનું ફંડ જરૂર કરતા વધુ મળી જાય છે. તો બીજી તરફ કેટલાક વોર્ડમાં વિકાસનું ફંડ તેની જરૂરિયાત કરતાં ખૂબ નીચું રહે છે. માટે વિકાસની જે વાત છે કે, એક વોર્ડમાં ઓવરડોઝ થઈ રહી છે. તો બીજા બોર્ડમાં આજ વિકાસની વાત સામાન્ય લોકો સુધી પહોંચતી નથી જેને લઇને ખૂબ જ અસમાનતાઓ પ્રવર્તી રહી છે.હવે જ્યારે આવતીકાલે જૂનાગઢ મનપાનુ બજેટ આવી રહ્યું છે, ત્યારે બજેટમાં વોર્ડનો વિસ્તાર અને તેના મતદારોને ધ્યાનમાં રાખીને દરેક વોર્ડની જરૂરિયાત મુજબ વિકાસના ફંડનું આયોજન કરવામાં આવે તો જૂનાગઢ મનપાના તમામ વોર્ડમાં એક સમાન વિકાસ જોવા મળશે. જેનો લાભ જૂનાગઢ મનપા વિસ્તારમાં આવતા દરેક મતદારોને એક સમાન રીતે મળી શકે તેવી વ્યવસ્થા આવતીકાલના બજેટમાં થાય તેવુ જૂનાગઢના લોકો પણ ઈચ્છી રહ્યા છે.
Last Updated : Feb 12, 2020, 12:34 PM IST

ABOUT THE AUTHOR

...view details