ગુજરાત

gujarat

ETV Bharat / headlines

કોંગ્રેસ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખે વધતા કોરોના કેસ અંગે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર - letter to Chief Minister

કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આજે સોમવારે કોરોના મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા અને મુખ્યપ્રધાનને પત્ર લખીને આગામી તહેવારો કોરોના SOP સાથે ઉજવવામાં આવે એવી રજૂઆત કરી છે.

Congress MLA
Congress MLA

By

Published : Mar 15, 2021, 11:07 PM IST

  • આગામી તહેવારો કોરોના SOP સાથે ઉજવાય
  • સરકારે ચૂંટણી મોકૂફ ન રાખી અને કોરોના ફેલાયો
  • સરકારે ચૂંટણી પાછી ઠેલવી હોત તો આ પરિસ્થિતિ ન થાત

ગાંધીનગરઃ કોંગ્રેસ ધારાસભ્યએ રાજ્યમાં વધતા કોરોના કેસ અંગે જણાવ્યું હતું કે, સરકારે ચૂંટણીઓ છ મહિના મોડી યોજવાની જગ્યાએ ત્રણ જ મહિના મોડી યોજી હતી. મારા દ્વારા હાઇકોર્ટમાં પણ ચૂંટણી રદ્દ કરવાની પિટિશન કરવામાં આવી હતી, પરંતુ તે પણ રદ્દ કરાતા આજે કોરોનાની પરિસ્થિતિ વણસી છે. છ મહિના ચૂંટણી મોકૂફ રહી હોત તો આ પરિસ્થિતિ ઉભી ન થાત. સરકારે ચૂંટણી દરમિયાન રેલીઓ અને સભાઓ યોજીને કોરોના ફેલાવ્યો છે.

કોંગ્રેસ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખે વધતા કોરોના કેસ અંગે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર

'નરેન્દ્ર મોદી' સ્ટેડિયમ ભરચક

રવિવારના રોજ યોજાયેલી ભારત- ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભરચક હતું. GCAએ કહ્યું હતું કે, 50 ટકા કેપેસિટી સાથે સ્ટેડિયમ ભરાશે, પરંતુ સ્ટેડિયમ લગભગ 80 ટકા કેપેસિટીથી ભરાયું હતું. આવનારા તહેવારો, રમાઈ રહેલી મેચ અને આગામી મેચોને ધ્યાનમાં લેતા ચોક્કસ કોરોના વધવાનો છે. સરકાર એક તરફ લગ્નમાં 200 વ્યક્તિઓને જ પરમિશન આપી રહી છે, તો મેચમાં હજારો લોકો આવે છે. આમ સરકારના બેવડા ધોરણ દેખાઈ રહ્યાં છે.

સરકારમાં દિવા તળે અંધારું

રવિવારે યોજાયેલી મેચમાં ગુજરાતના રાજ્ય ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિને લઈને પણ ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, રાજ્યના ગૃહ પ્રધાનની નજર હેઠળ જ અવ્યવસ્થાને પ્રત્સાહન મળી રહ્યું છે, ત્યારે આવનારા સમયમાં ચોક્કસ જ અમદાવાદની પરિસ્થિતિ બગડવાની છે. જેની જવાબદાર સરકાર રહેશે.

આ પણ વાંચો :ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 890 કેસ નોંધાયા

ABOUT THE AUTHOR

...view details