- મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને યોજાઈ સંસદીય સમિતિની બેઠક
- 06 કોર્પોરેશનની ચૂંટણીઓને લઈને થશે ભાજપના ઉમેદવારોની પસંદગી
- બેઠકમાં ઉમેદવારી પસંદગીને લઈને ત્રણ મહત્વના નિર્ણયો લેવાયા
ગાંધીનગર : સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં 06 મહાનગરપાલિકાઓની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજાશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર પસંદગીને લઈને સેન્સ પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી છે. જેમાં 07 હજાર જેટલા ફોર્મ આવ્યા છે. હવે જેમાંથી સંભવિત ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવા માટે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી કમિટીની બેઠક સોમવારના રોજ મુખ્યપ્રધાનના નિવાસસ્થાન ગાંધીનગર ખાતે યોજાઇ હતી.
બેઠકમાં ભાજપના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
આ બેઠકમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, કેન્દ્રના રાજ્ય કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલા, રાજ્યના કૃષિપ્રધાન આર. સી. ફળદુ , ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક ત્રણ દિવસ સુધી ચાલશે. જેમાં 06 કોર્પોરેશની 572 બેઠકો માટે ઉમેદવારોની યાદી નક્કી કરવામાં આવશે. જેને છેલ્લી મંજૂરી માટે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ, દિલ્હી ખાતે મોકલી અપાશે. ત્યારબાદ ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર કરાશે.
બેઠકમાં લેવાયા મહત્વના 3 નિર્ણય