- કોર કમિટિની બેઠકમાં લેવાયા નિર્ણયો
- 9મી સુધી સરકારી કચેરીઓમાં શનિ-રવિ રજા રહેશે
- મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક
ગાંધીનગર : મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટિની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં ખાસ નવી 108 એમ્બ્યુલન્સની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉપરાંત 25 લાખની ગ્રાન્ટ સરકારી હોસ્પિટલ- દવાખાનાને મેડિકલ સાધનોની સહાય માટે ધારાસભ્યો તેમની ગ્રાન્ટમાંથી આપી શકશે. તેમજ સરકારી કચેરીઓમાં શનિ-રવિ રજા સહિતના નિર્ણય લેવામાં આવ્યા હતા.
કચ્છથી ડાંગ સુધીના જિલ્લાઓમાં સેવા માટે નવી 108 એમ્બ્યુલન્સને ગાંધીનગરથી પ્રસ્થાન કરાવી
ગુજરાતમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં રાજ્યના નાગરિકોની સેવામાં માત્ર એક જ અઠવાડિયામાં 150 જેટલી 108 એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે. રૂ. 26 કરોડના ખર્ચે નવી 150 એમ્બ્યુલન્સ ઓક્સિજન વ્યવસ્થા ,જરૂરી તબીબી સાધનોથી સજ્જ કરી કચ્છથી ડાંગ સુધીના જિલ્લાઓમાં સેવા માટે મુખ્યમંત્રીએ ગાંધીનગરથી પ્રસ્થાન કરાવી. જેમાં જીપીએસ સીસ્ટમ, સ્માર્ટ ફોન અને અનુભવી તાલીમબદ્ધ પેરા મેડિકલ સ્ટાફની સેવાઓ કોરોના સંક્રમિત લોકોને હોસ્પિટલ પહોચાડવા આ એમ્બ્યુલન્સ સેવાથી વધુ સઘન અને સુદ્રઢ બની રહેશે.
કોર કમિટીની બેઠકમાં લેવાયા આ મહત્વના નિર્ણયો