ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

એમી એવોર્ડ સાથે એકતા કપૂર ભારત પરત ફરી, પૈપ્સે મુંબઈ એરપોર્ટ સ્પોટ કરી

ભારતીય ફિલ્મ મેકર એક્તા કપૂર એમી એવોર્ડ જીતીને ભારત પરત ફરી છે. Ektaa Kapoor returns to India winning Emmy Award Balaji Telefilms

By ETV Bharat Gujarati Team

Published : Nov 27, 2023, 12:24 PM IST

એમી એવોર્ડ સાથે એકતા કપૂર ભારત પરત ફરી
એમી એવોર્ડ સાથે એકતા કપૂર ભારત પરત ફરી

મુંબઈઃ ન્યૂયોર્કના 51મા ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સમાં ભારતને ગૌરવ અપાવ્યા બાદ ફિલ્મ મેકર એક્તા કપૂર એવોર્ડ સાથે મુંબઈ પરત ફરી છે. મુંબઈ એરપોર્ટ પર એક્તા સ્પોટ થઈ હતી. આ દરમિયાન એક્તા કપૂરે પૈપ્સ (ફોટોગ્રાફર)ને ટ્રોફીની સાથે પોઝ આપ્યા હતા.

મુંબાઈમાં પૈપ્સ દ્વારા કેપ્ચર કરેલ વીડિયોમાં એક્તા સ્મિત સાથે પોઝ આપી રહી છે. તે ગર્વથી પોતાના એવોર્ડ સાથે ફ્લોન્ટ કરતી નજરે પડે છે. આ વીડિયોમાં ડ્રીમગર્લ 2ની પ્રોડ્યુસર ગર્વથી હાસ્ય વેરતી સ્પષ્ટ દેખાઈ રહી છે.

એક્તા કપૂરને 51મા ઈન્ટરનેશનલ એમી એવોર્ડમાં ડાયરેક્ટોરેટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. ઈન્સ્ટાગ્રામ પર એક્તાએ પોતાના એવોર્ડ સાથે વીડિયો શેર કર્યો છે. જેમાં એક્તાએ "ઈન્ડિયા, હું તમારો એમી ઘરે લાવી રહી છું" તેવું કેપ્શન આપ્યું હતું.

આ સાથે એક્તા કપૂરે ઈન્ટરનેશલ એમી ડાયરેક્ટોરેટ એવોર્ડ પ્રાપ્ત કરવાવાળી પ્રથમ ભારતીય મહિલા ફિલ્મ મેકર બની ગઈ છે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ એક્તાએ આભાર પણ વ્યક્ત કર્યો છે.

1994માં પોતાના માતા-પિતા ભારતીય ફિલ્મ સ્ટાર અને પ્રોડ્યુસર જિતેન્દ્ર કપૂર અને મીડિયા કર્મચારી શોભા કપૂર સાથે મળીને બાલાજી શરુ કરીને એક્તા કપૂર ભારતીય ટેલીવિઝનની એક સેલીબ્રિટી બની ગઈ છે. ભારતીય ટેલીવિઝન ક્ષેત્ર અને સેટલાઈટ ટેલીવિઝનમાં બૂમ લાવવાનો શ્રેય એકતાને ફાળે જાય છે.

બાલાજી બેનર હેઠળ એક્તા કપૂરે 17,000 કલાકથી વધુ ટેલીવિઝન કન્ટેન્ટ અને 45 ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. પોતાના બેનરના માધ્યમથી એક્તાએ ક્યૂંકી સાસ ભી કભી બહુ થી, કહાની ઘર ઘર કી, કસોટી જિંદગી કી અને બડે અચ્છે લગતે હૈ જેવા અનેક પોપ્યુલર ટીવી શો પ્રોડ્યુસ કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details