કેરળ:કોઝિકોડ ડિસ્ટ્રિક્ટ પ્રિન્સિપલ સેશન્સ કોર્ટે (District Principal Sessions Court)કન્નડ હિટ ફિલ્મ કંટારાના 'વરાહરૂપા' ગીતના પ્રસારણ પર રોક લગાવી (Court stays telecast of Varaharoopa song) દીધી છે. જાણીતા મલયાલમ રોક બેન્ડ 'થાઈકુદમ બ્રિજ' દ્વારા દાખલ કરાયેલી અરજી પર વિચારણા કરતી વખતે કોર્ટે નિર્માતા, દિગ્દર્શક અને સંગીત નિર્દેશકને પરવાનગી વિના ગીતને પ્રદર્શિત ન કરવા નિર્દેશ આપ્યો હતો.
કોર્ટે કન્નડ હિટ ફિલ્મ કંટારાના વરાહરૂપા ગીતના પ્રસારણ પર લગાવી રોક - ડિસ્ટ્રિક્ટ પ્રિન્સિપલ સેશન્સ કોર્ટે
કોઝિકોડ ડિસ્ટ્રિક્ટ પ્રિન્સિપલ સેશન્સ કોર્ટે (District Principal Sessions Court)કન્નડ હિટ ફિલ્મ કંટારાના 'વરાહરૂપા' ગીતના ટેલિકાસ્ટ પર રોક લગાવી (Court stays telecast of Varaharoopa song) દીધી છે. જાણીતા મલયાલમ રોક બેન્ડ 'થાઈકુદમ બ્રિજ' દ્વારા દાખલ કરાયેલી અરજી પર વિચારણા કરતી વખતે કોર્ટે નિર્માતા, દિગ્દર્શક અને સંગીત નિર્દેશકને પરવાનગી વિના ગીતને પ્રદર્શિત ન કરવા નિર્દેશ આપ્યો હતો.
Etv Bharatકોર્ટે કન્નડ હિટ ફિલ્મ કંટારાના વરાહરૂપા ગીતના પ્રસારણ પર રોક લગાવી
ગીતનું પ્રસારણ: તેણે એમેઝોન પ્રાઇમ, યુટ્યુબ અને લિંક મ્યુઝિકને પણ આ ગીતનું પ્રસારણ ન કરવા નિર્દેશ આપ્યો છે.થાઈકુદમ બ્રિજે ફિલ્મના નિર્માતાઓ પર બેન્ડના મૂળ સંગીતની નકલ કરવાનો આરોપ લગાવીને ગીત પર સ્ટે મેળવવા માટે કોર્ટમાં અરજી કરી છે. બેન્ડે આક્ષેપ કર્યો હતો કે 'વરાહરૂપ' ગીત તેમની મૂળ રચના 'નવરસા'ની નકલ છે જે તેઓએ 2015માં રજૂ કરી હતી.